Kachchh News: કોટડામાં ભંગારના વાડામાં પ્રચંડ ધડાકો થતાં ચારના મોત, બ્લાસ્ટનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

નખત્રાણા પાસે કોટડા(જ)જવાના માર્ગ પર સંતકૃપા હોટેલ પાછળ મફત નગરમાં આવેલા ભંગારના વાડામાં શનિવારે સાંજે અચાનક મોટો ભેદી ધડાકો થયો હતો, જેમાં બે સગા ભાઈ ઓ તેમજ બે માસૂમ બાળકો સહિત ચારનાં મોત નીપજ્યા હતા.જેના પરિણામે પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.પ્રચંડ ધડાકાના કારણે ભૂકંપ જેવી ધ્રૂજારી થઇ હતી.આ ધ્રુજારીના પગલે બનાવ સ્થળેથી દોઢ 4 કિમી દૂર રહેલો સીસીટીવી કેમેરો પણ હલી ગયો હતો.ધડાકાનું એ હૈયું હચમચાવતું દૃશ્ય સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થઇ ગયું હતુ.

ડીઝલની ટાંકીમાં અચાનક પ્રચંડ ધડાકો થયો હતો

આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોટડા (જડોદર)ગામના મફત નગરમાં રહેતા 30 વર્ષીય મામદ ઇલિયાસ કુંભાર અને તેનો નાનો ભાઈ 26 વર્ષીય નૂરમામદ ઇ લિયાસ કુંભાર મિની લોડિંગ ટેમ્પો એટલે કે છોટા હાથી મારફતે ગામેગામ ફરીને ભંગાર એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા.બંને ભાઈઓ સાંજે ભંગાર ભરેલો ટેમ્પો લઈને પોતાના વાડા પર આવ્યા હતા અને ગાડીમાંથી ભંગાર ખાલી કરી રહ્યા હતા.આ દરમ્યાન આજે શનિવારે સાંજે 4 વાગ્યાના અરસામાં ટેમ્પોમાં રહેલી ડીઝલની ટાંકીમાં અચાનક પ્રચંડ ધડાકો થયો હતો. 

ચારેયનાં ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા

ધડાકો થયો ત્યારે ટેમ્પોની નજીકમાં ઊભેલા મામદ ઇલિયાસના 3 વર્ષીય પુત્ર હસનેન મામદ કુંભાર તથા નૂરમામદની સાડા ત્રણ વર્ષીય પુત્રી નૂરફાતિમા નૂરમામદ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.આમ,ચારેયનાં ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા.ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ પાંચથી 6 કિલોમીટર સુધી સંભળાયો હતો.ધડાકાની તીવ્રતાના કારણે મૃતકોના દેહના ચીંથરા પણ દૂર સુધી ફંગોળાયા હતા.ડીઝલની ટાંકીમાં ધડાકો થવાનું કારણ જાણવા માટે નખત્રાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ધડાકો થયા બાદ મીની ટેમ્પોની ડીઝલની ટાંકી ફાટી:જિલ્લા પોલીસ વડા

આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, સાંજે નખત્રાણા તાલુકાના કોટડા(જ) ગામે ભંગારનું કામ કરતાં બે ભાઇઓ છોટા હાથીમાંથી ભંગાર ઉતારી રહ્યા હતા. આ દરમ્યાન વિસ્ફોટ થયો હતો. જેમાં બે બાળકો સહિત ચારના મોત થયા છે. હાલમાં તંત્રની ટીમ પહોંચી છે. ફોરેન્સિક ક્રાઇમ સીન અધિકારીએ સ્થળ ચકાસણી કરી છે. બાદમાં એક્સપ્લેઝિવ સ્પેશિયલીસ્ટ વિઝીટ કરશે. પ્રાથમિક તબક્કે છોટા હાથીનો પાછળનો ભાગ જોતા એવું લાગે છે કે, કોઇ કારણોસર વિસ્ફોટ થયો તેના કારણે ડીઝલની ટાંકી ફાટી હોવાનું જાણવા મળે છે. ભંગાર વિણતા કામદારોએ વેરિફિકેશન અને લાઇસન્સની પ્રક્રિયાનું પાલન કરીને કોઇપણ વસ્તુ જોવા મળે તો તેન યોગ્ય ચકાસણી બાદ જ તે એકત્ર કરવી જોઇએ તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Suratમાં પુત્રીના ભવિષ્ય માટે લોન લઈ રોકાણ કરનાર આઘેડ સાથે રૂ.26 લાખની છેતરપિંડી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *