ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શનિવારે વાપી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે આયોજિત વાર્ષિક ‘મોનસૂન ફેસ્ટિવલ’માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આવ્યા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદથી વાપી સુધીની મુસાફરી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં કરી હતી. ટ્રેન વાપી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચતા જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાપી રેલવે સ્ટેશન ખાતે સ્થાનિક પ્રશાસન, પોલીસ કાફલા અને પદાધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ અધિકારીઓનું અભિવાદન ઝીલ્યું હતું. સ્વાગત બાદ, તેઓ રેલવે સ્ટેશનના લિફ્ટ અને રેમ્પ મારફતે સુરક્ષા ઘેરા વચ્ચે સ્ટેશન બહાર ઊભેલી પોતાની કાર તરફ રવાના થયા હતા. આનંદીબેન પટેલ વાપીથી સીધા દમણ જવા રવાના થયા હતા. સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા આયોજિત ‘મોનસૂન ફેસ્ટિવલ’માં તેઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા યોજવામાં આવ્યો છે. તેમના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને વાપી સ્ટેશનથી દમણ સરહદ સુધી પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આનંદીબેન પટેલ અમદાવાદથી ટ્રેનમાં વાપી પહોંચ્યા:યુપીના રાજ્યપાલ દમણ મોનસૂન ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
