Vadodaraના કરજણ નેશનલ હાઈવે 48 પર બામણગામ પાસે ટ્રિપલ અકસ્માત, એક મહિલાનું મોત

📅 Published: August 23, 2026 | 📂 Category: Baroda

વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. કરજણ તાલુકાના બામણગામ નજીકથી પસાર થઈ રહેલી પેસેન્જર રિક્ષા અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રોડ પર ધડાકાભેર પલટી મારી ગઈ હતી. રાત્રિના સમયે સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો લોહીલુહાણ થઈ ગયા હતા.

1નું મોત, અન્ય 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત 

રિક્ષા પલ્ટી મારવાના આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના અંગે જાણ થતાં જ આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે સ્થળ પર પહોંચી ઘાયલ ઈસમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસે ટ્રાફિક હળવો કરી તપાસ આદરી 

અકસ્માતની જાણ થતાં જ કરજણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *