GRSE અને YILની ક્ષમતા વધશે, રાજનાથ સિંહ અને CM સુવેન્દુ અધિકારીના હસ્તે 5 વિસ્તરણ પ્રોજેક્ટ્સનો કરાયો શુભારંભ

📅 Published: August 23, 2026 | 📂 Category: India National

ભારતના સંરક્ષણ અને સ્વદેશી ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની ઉપસ્થિતિમાં 23 ઓગસ્ટ, 2026ના રોજ કુલ આશરે ₹3,500 કરોડના પાંચ વિસ્તરણ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું વર્ચ્યુઅલ આયોજન કોલકાતાના GRSE ભવનથી કરવામાં આવ્યું હતું.

દેશની યુદ્ધજહાજ નિર્માણ અને શિપ રિપેર ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા

આ પાંચમાંથી ત્રણ પ્રોજેક્ટ્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) સાથે જોડાયેલા છે, જ્યારે બે પ્રોજેક્ટ્સ યંત્ર ઈન્ડિયા લિમિટેડ (YIL)ના છે. GRSEના કિડરપોર, શાલીમાર અને દક્ષિણ 24 પરગણાના રાયચક ખાતેની સુવિધાઓના વિસ્તરણથી દેશની યુદ્ધજહાજ નિર્માણ અને શિપ રિપેર ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે.

દેશની ઉત્પાદન ક્ષમતાને મજબૂતી મળશે

બીજી તરફ, યંત્ર ઈન્ડિયા લિમિટેડની ઈશાપોર સ્થિત મેટલ એન્ડ સ્ટીલ ફેક્ટરીમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સથી દેશની સ્વદેશી ધાતુવિજ્ઞાન અને ઉત્પાદન ક્ષમતાને મજબૂતી મળશે. સંરક્ષણ ક્ષેત્રમાં જરૂરી સામગ્રી અને ઘટકોના સ્થાનિક સ્તરે ઉત્પાદનને પણ આ પ્રોજેક્ટ્સથી વેગ મળી શકે છે. GRSE સંરક્ષણ ક્ષેત્રની મહત્વપૂર્ણ સરકારી કંપની છે. જૂન 2026માં તેને ‘નવરત્ન’નો દરજ્જો પણ મળ્યો હતો, જેનાથી વ્યૂહાત્મક રોકાણ અને ક્ષમતા વિસ્તરણ માટે તેને વધુ નાણાકીય તથા કાર્યકારી સ્વાયત્તતા મળવાની અપેક્ષા છે. 

કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારતના અભિયાન હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં સ્વદેશીકરણ અને આધુનિક ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે. નવા પ્રોજેક્ટ્સથી શિપબિલ્ડિંગ, રિપેર, મેટલર્જી અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે દેશની ક્ષમતા વધારવામાં મદદ મળશે.

આ પણ વાંચો : Indian Railwayનો નવો રેકોર્ડ, 1.3 કિમી લાંબી ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેન દોડી, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *