Ahmedabad ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે દ્વિ-દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જરી વર્કશોપનું સમાપન કરાયું

📅 Published: August 23, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે દ્વિ-દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જિકલ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ‘ટીચિંગ ધ રાઈટ મેથડ’ના મુખ્ય દ્રષ્ટિકોણ સાથે યોજાયેલા આ એકેડેમિક કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક ખભાની સર્જરીમાં તકનીકી ચોકસાઈ લાવવાનો, દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક કૌશલ્ય સાથે જોડવાનો હતો. આ પ્રોગ્રામમાં રાજ્યભરમાંથી તજજ્ઞ ફેકલ્ટી, યુવા ઓર્થોપેડિક સર્જનો અને રેસિડેન્ટ ડોક્ટર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

લાઈવ સર્જરી અને રિયલ-ટાઇમ ઓડિયો-વિઝ્યુઅલ ગાઇડન્સ

કાર્યક્રમના પ્રથમ દિવસે ખભાની જટિલ આર્થ્રોસ્કોપિક અને રિકન્સ્ટ્રક્ટિવ પ્રક્રિયાઓની 4 લાઈવ સર્જરીઓનું સફળતાપૂર્વક નિદર્શન કરવામાં આવ્યું હતું. ઓપરેશન થિયેટરથી કોન્ફરન્સ હોલમાં રિયલ-ટાઇમ ઓડિયો-વિઝ્યુઅલ ટેલિકાસ્ટ માધ્યમથી તાલીમાર્થીઓને સર્જરી દરમિયાન તબક્કાવાર માર્ગદર્શન, નિર્ણય પ્રક્રિયાના તર્કો અને ભૂલો નિવારવાની વ્યૂહરચનાઓ પ્રત્યક્ષ રીતે શીખવવામાં આવી હતી.

Ahmedabad News: Advanced Shoulder Surgery Workshop Concludes at Government Spine Institute Ahmedabad

ફ્રેશ ટીશ્યુ કેડેવરિક સ્પેસિમેન પર પ્રાયોગિક ટ્રેનિંગ

બીજા દિવસે તાલીમાર્થીઓને ફ્રેશ ટીશ્યુ કેડેવરિક સ્પેસિમેન પર પ્રાયોગિક ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેથી તેમને ઓપરેશન થિયેટર જેવો જ વાસ્તવિક અનુભવ મળી રહે. આ સેશન દરમિયાન આર્થ્રોસ્કોપિક પોર્ટલ પ્લેસમેન્ટ, ચોકસાઈપૂર્વક ગાંઠ બાંધવી, રોટેટર કફ રિપેર તેમજ ખભાની અસ્થિરતાની સર્જિકલ કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વન-ઓન-વન માર્ગદર્શનથી દરેક ડેલિગેટે સુવ્યવસ્થિત સર્જિકલ સ્ટેપ્સમાં નિપુણતા મેળવી હતી.

Ahmedabad News: Advanced Shoulder Surgery Workshop Concludes at Government Spine Institute Ahmedabad

દર્દીઓની સુરક્ષા અને સર્જિકલ તાલીમમાં ઉત્કૃષ્ટતાનો ધ્યેય

ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે, અમારો ધ્યેય માત્ર દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો જ નથી, પરંતુ સર્જિકલ તાલીમમાં પણ ઉત્કૃષ્ટતા લાવવાનો છે. યુવા સર્જનો ઓપરેશન થિયેટરમાં પ્રવેશતા પહેલા યોગ્ય એનાટોમિકલ પદ્ધતિઓ અને પ્રમાણિત તકનીકો શીખી શકે તે માટે આ વર્કશોપ યોજાયો હતો. સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટને વિશ્વસ્તરીય સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર બનાવવાના આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં આ વર્કશોપ એક મહત્વનું પગલું સાબિત થયો છે.

Ahmedabad News: Advanced Shoulder Surgery Workshop Concludes at Government Spine Institute Ahmedabad

આ પણ વાંચો – Ahmedabadમાં ત્યજી દેવાયેલા નવજાતને મળ્યું નવું નામ, નિકોલ પોલીસે ‘શિવાય’ નામ રાખ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *