માળીયા મીયાણાના વવાણીયાના સ્મશાનમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ:મૂર્તિઓને ખંડિત કરનાર અજાણ્યાં શખ્સો સામે ગુનો નોંધાયો

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામમાં આવેલા સ્મશાનમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. વવાણીયા ગામના સામાજિક આગેવાન અશ્વિનસિંહ મેઘુભા પરમાર (ઉં.વ. 50) એ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, જ્ઞાન નગરીમાં આવેલા હિન્દુ સમાજના સ્મશાનમાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી જાણી જોઈને દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી નુકસાન પહોંચાડ્યું છે. પોલીસે અશ્વિનસિંહ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ BNSની કલમ 298, 301 અને 324 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી ચાલી રહી છે. ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ ગામના લોકોને 17 ઓગસ્ટના રોજ આ તોડફોડ અંગે જાણ થઈ હતી, ત્યારબાદ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. પોલીસે અરજીના આધારે તપાસ કરીને હવે ગુનો નોંધ્યો છે અને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *