Anandમાં SMCનો મોટો સપાટો, રૂ.19.63 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

આણંદ રૂરલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાલેજ-આણંદ રોડ પર આવેલા બ્રિજ નજીક સઘન દરોડો પાડ્યો હતો. રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે SMC દ્વારા હાથ ધરાયેલી આ સરપ્રાઈઝ રેડને કારણે ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રૂ.19.63 લાખનો દારૂ અને કુલ રૂ.34.69 લાખનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે 150 જેટલી પેટીઓ કબ્જે કરી હતી. તપાસ દરમિયાન આ પેટીઓમાંથી કુલ 7,187 નંગ દારૂ-બીયરની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.19.63 લાખ આંકવામાં આવી છે. દારૂના આ જથ્થા ઉપરાંત હેરાફેરી માટે વપરાયેલો ટ્રક સહિત પોલીસે કુલ રૂ.34.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નાસિકથી મગાવાયો હતો દારૂ, 1 ની ધરપકડ અને 5 વોન્ટેડ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સ્થળ પરથી નારણભાઈ ઉર્ફે અતલુ ચૌહાણ નામના આરોપીની અટકાયત કરી છે, જ્યારે ટ્રક (નંબર GJ-03-AT-4818) ના માલિક સહિત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ત્યજી દેવાયેલા નવજાતને મળ્યું નવું નામ, નિકોલ પોલીસે ‘શિવાય’ નામ રાખ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *