Vadodaraના બાપોદમાં SMCનો મોટો દરોડો, રૂ.1 કરોડથી વધુનો વિદેશી દારૂ અને વાહનો ઝડપાયા

📅 Published: August 23, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે દારૂના કારોબાર સામે મોટો સપાટો બોલાવ્યો છે. બાપોદમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં જ્યારે વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ SMCની ટીમે બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો. દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસે દરોડો પાડીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

રૂ.1.00 કરોડથી વધુનો મુદ્દામાલ અને વાહનો જપ્ત

SMC દ્વારા હાથ ધરાયેલા આ દરોડા દરમિયાન નીલકંઠ વિલાના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 16,394 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.84.01 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાઈ રહેલા રૂ.16.૨0 લાખની કિંમતના 4 વાહનો પણ પોલીસે કબ્જે કર્યા છે. આમ, SMCની ટીમે સ્થળ પરથી કુલ રૂ.1.00 કરોડથી પણ વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નીલેશ ઉર્ફે નીલુ નથાણી સહિત 7 આરોપીઓ વોન્ટેડ

દારૂના આ વિશાળ જથ્થા સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધારો સામે SMCએ કાનૂની સકંજો કસ્યો છે. આ કેસમાં નીલેશ ઉર્ફે નીલુ નથાણી સહિત કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMCની આ કડક કાર્યવાહી બાદ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Bhavnagar હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો આરોપ, સિગારેટ પીવડાવી ઢોર માર માર્યાની ફરિયાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *