પાટડી તાલુકાના ચિકાસર ગામ નજીક કેનાલ પાસેની અવાવરુ જગ્યાએથી સુરેન્દ્રનગર SOG ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1157 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. 1.76 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 1,76,652નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ચિકાસર ગામના યુનુસશા પુંજાશા દીવાન વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર LCB, SOG અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1157 બોટલો અને ચપલા મળી આવ્યા હતા.
લીંબડીના માતમ ચોક દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા બીજી એક કાર્યવાહીમાં, સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લીંબડીના માતમ ચોક દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડા રૂ. 29,350 અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 49,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુગારીઓ પાસેથી રોકડા રૂ. 29,350, ગંજીપાના અને રૂ. 20,000ની કિંમતના ચાર મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગારમાં પકડાયેલા આરોપીઓમાં આકાશભાઇ કેશુભાઇ ચાવડા (રહે. ઉંટડી, તા. લીંબડી), હર્ષદિપભાઇ બકુલભાઇ સોલંકી (રહે. લીંબડી, બીંદુ પાન પાસે), આશિફભાઇ નીઝામભાઇ ચૌહાણ (રહે. લીંબડી, જુના પોલીસ સ્ટેશન પાસે), ભાવેશભાઇ જેઠાભાઇ મકવાણા (રહે. રાસકા, તા. લીંબડી), રીયાઝભાઇ રફીકભાઇ શેખ (રહે. લીંબડી, સૈયદ મહોલ્લા) અને કિરણભાઇ હરેશભાઇ પરમાર (રહે. કટરીયા, તા. લીંબડી) નો સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર ક્રાઈમ અપડેટ:પાટડીમાં 1.76 લાખના મુદ્દામાલ સાથે 1157 બોટલ વિદેશી દારૂ જપ્ત, લીંબડીમાં 6 જુગારી ઝડપાયા
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
