Chandigarhમાં સંભવિત આતંકી કાવતરાની આશંકા, શંકાસ્પદ વિસ્ફોટક મળતાં સુરક્ષા વધારાઈ

📅 Published: August 23, 2026 | 📂 Category: India National

ચંડીગઢના સેક્ટર-43 ISBT એટલે કે ઈન્ટર સ્ટેટ બસ ટર્મિનલ પાછળ શંકાસ્પદ IED અને હથિયારો મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસને બસ સ્ટેન્ડ નજીક શંકાસ્પદ વિસ્ફોટક હોવાની માહિતી મળ્યા બાદ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વિસ્તારને ઘેરી લીધો હતો. ત્યારબાદ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શંકાસ્પદ IED, હથિયારો અને અન્ય સામગ્રી મળી આવી હતી.

હથિયારો તેમની પાસે કેવી રીતે પહોંચ્યા? 

પોલીસે આ સામગ્રીને કબજામાં લઈને તપાસ શરૂ કરી છે. આ મામલે ચંડીગઢ પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સેક્ટર-36 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. હવે આરોપીઓની પૂછપરછ કરીને શંકાસ્પદ વિસ્ફોટક અને હથિયારો તેમની પાસે કેવી રીતે પહોંચ્યા અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં ચંડીગઢમાં સંભવિત આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાની યોજના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે હજુ સુધી આ મામલે કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કર્યો નથી. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે. ઘટના બાદ સેક્ટર-43 ISBT અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. 

સુરક્ષા એજન્સીઓ ખાસ સતર્ક

જાહેર સ્થળ હોવાના કારણે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ખાસ સતર્કતા રાખી રહી છે. તપાસ એજન્સીઓ જપ્ત કરાયેલી સામગ્રીની ટેક્નિકલ તપાસ કરી રહી છે. સાથે જ ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓના સંપર્કો, તેમની હિલચાલ અને સંભવિત નેટવર્ક અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સમગ્ર મામલો ગંભીર હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Srinagar સેન્ટ્રલ જેલમાંથી POCSOના બે કેદી ફરાર, પોલીસમાં ખળભળાટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *