નમસ્તે, રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન જે આતંકી હેડક્વાર્ટરને તબાહ કર્યા હતા, પાકિસ્તાને તેમને ફરીથી બનાવી લીધા છે. રાજસ્થાનના જોધપુરમાં કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તાને ભાજપના લોકોએ મારપીટ કરી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મદદની માંગ ઘણા પૂર્વ ક્રિકેટર્સે ઉઠાવી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજી કોન્ફરન્સની 9મી બેઠકમાં ભાગ લેશે. 📰 કાલના મોટા સમાચારો 1. આતંકવાદના અડ્ડા પર 25 કરોડનો ખર્ચ:’ઓપરેશન સિંદૂર’માં ધ્વસ્ત થયેલું જૈશનું હેડક્વાર્ટર ફરી ધમધમતું થયું, નવા આરસપહાણ અને રંગરોગાન; ભરતી-બ્રેઈનવોશનું મુખ્ય કેન્દ્ર
ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મરકઝ સુભાનઅલ્લાહ હેડક્વાર્ટર નષ્ટ કરી દીધું હતું. હવે તે ફરીથી બનીને તૈયાર થઈ ગયું છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના પુનર્નિર્માણમાં 15 મહિના લાગ્યા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે મરકઝ સુભાનઅલ્લાહના ક્ષતિગ્રસ્ત ગુંબજ ફરીથી બનાવવામાં આવ્યા છે, નવું આરસપહાણ અને પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. નવો પેઇન્ટ પણ કરવામાં આવ્યો છે. દિવાલો સહિત આખી ઇમારતનું સમારકામ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ગાવસ્કર-કપિલ દેવ સહિત 21 પૂર્વ કેપ્ટન્સનો પાકિસ્તાન સરકારને પત્ર:ઇમરાન ખાનની સારવાર માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું, લખ્યું- ‘રાજકારણી તરીકે નહીં, સાથી તરીકે અપીલ’
પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને યોગ્ય સારવાર મળે તે માટે વિશ્વભરના ક્રિકેટરો આગળ આવ્યા છે. સુનીલ ગાવસ્કર, કપિલ દેવ સહિત 21 પૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સરકારને પત્ર લખીને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનને યોગ્ય તબીબી સારવાર આપવાની માંગ કરી છે. 23 ઓગસ્ટે લખાયેલા પત્રમાં માંગ કરવામાં આવી હતી કે ઇમરાન ખાન સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે. સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇમરાનની મેડિકલ તપાસ કરવામાં આવે. પત્ર લખનારાઓમાં ભારતના 3, ઓસ્ટ્રેલિયાના 8, ઇંગ્લેન્ડના 6, વેસ્ટ ઇન્ડિઝ-શ્રીલંકાના 1-1 અને ન્યુઝીલેન્ડના 2 પૂર્વ કેપ્ટન સામેલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. રિજિજુએ નદીમાં તરવાનો વીડિયો શેર કર્યો:લખ્યું- મારા માટે આ બાળકોનો ખેલ; સ્કૂબા ડાઇવિંગ પર રાહુલ ગાંધી સાથે સરખામણી થઈ હતી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રવિવારે અરુણાચલ પ્રદેશની એક નદીમાં તરતો વીડિયો X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો અરુણાચલ પ્રદેશની પહાડી નદીનો છે. તેમણે લખ્યું છે- જો તમને તરતા ન આવડતું હોય, તો ક્યારેય ઊંડા પાણીમાં ન જાવ. નદીમાં ઘણા લોકો ડૂબી ચૂક્યા છે. અરુણાચલ પ્રદેશની નદીઓ ખૂબ મોટી અને ઊંડી છે. થોડા કલાકો પછી કિરેને એક વધુ પોસ્ટ કરી, જેમાં તેમણે રાહુલ ગાંધી સાથે પોતાની સરખામણી કરનારાઓને નિશાન બનાવતા કહ્યું કે તરવું તેમના માટે બાળકોનો ખેલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. જયપુર પછી જોધપુરમાં CJP કાર્યકર્તાની મારપીટ:ભાજયુમો કાર્યકર્તાએ થપ્પડ મારી; 2 દિવસ પહેલા શાળાની ખરાબ હાલત બતાવવા પર હુમલો થયો હતો
રાજસ્થાનના જોધપુરમાં રવિવારે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યક્રમમાં ભારતીય જનતા યુવા મોરચા (ભાજયુમો)ના કાર્યકર્તાએ CJP કાર્યકર્તાને થપ્પડ મારી દીધી. આ પછી CJP અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસે ABVP અને ભારતીય જનતા યુવા મોરચાના 2 પદાધિકારીઓ સહિત 11 લોકોને અટકાયતમાં લીધા છે. કોકરોચ જનતા પાર્ટીનો કાર્યક્રમ જોધપુરના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં યોજાઈ રહ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 5. સ્મૃતિ બોલ્યા- રાહુલ મહિલાઓના સમર્થક છે તો સાબિત કરે:33% મહિલા અનામત લાગુ થવા દો; આખું વંદે માતરમ પણ ગાઓ
ભાજપના મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ રવિવારે જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી મહિલાઓના સમર્થક હોય તો તેમણે પહેલા મહિલા અનામત લાગુ કરવાને સમર્થન આપવું જોઈએ. તેમણે 33% અનામત લાગુ કરાવવા અને સંપૂર્ણ વંદે માતરમના ગાનને સમર્થન આપીને પોતાની વાત સાબિત કરવી જોઈએ. સ્મૃતિએ કહ્યું કે વંદે માતરમના છેલ્લા 2 ફકરા દેવી દુર્ગાને સમર્પિત છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. એક સેકન્ડમાં બ્લાસ્ટ ને ચાર-ચાર જિંદગી ખતમ:નખત્રાણાના કોટડામાં ભીષણ વિસ્ફોટના ડરામણાં CCTV, આસપાસ ધ્રુજારી, એક ભાઈ 30 ફૂટ દૂર ઉડીને પડ્યો
નખત્રાણાના કોટડા (જ) વિસ્તારના મફતનગરના એક ભંગારવાડામાં 22 ઓગસ્ટે ભીષણ બ્લાસ્ટ થયો હતો. મિની ટ્રક છોટા હાથીમાંથી ભંગાર ઉતારતી વખતે બ્લાસ્ટ થતાં બે ભાઈના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.જ્યારે અન્ય બે બાળકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ બ્લાસ્ટની ડરામણાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક સેકન્ડના બ્લાસ્ટ બાદ અગનજ્વાળા દેખાય છે. જ્યારે દૂર લાગેલા સીસીટીવી પણ ઘ્રુજવા લાગ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 7. પોલીસ-ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, 130 ફૂટ દૂર યુવક વીંધાયો:સુરતમાં લારીવાળાના હાર્ટથી 5 ઇંચ નીચે ગોળી ઘૂસીને આરપાર થઈ, 66 ફૂટ દૂરથી મળી
સુરતમાં નાના વરાછામાં 22 ઓગસ્ટના રોજ સાંજના 7.15નો સમય હતો. દુકાન અને લારી વાળા ઘરે જવાની તૈયારીઓમાં હતા. આ સમયે PSI મકવાણા પોલીસ ચોકીમાં બેઠાં-બેઠાં સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન ભૂલમાં જ ટ્રીગર દબાયું ને ફાયરિંગ થઈ ગયું. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી પાણીના જગને પોલીસ ચીકીની સામે રોડ પર ક્રોસમાં ઉભેલા લારીવાળાના હાર્ટથી 5 ઇંચ નીચે પેટની આરપાર થઈ હતી. અરવિંદ પટેલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, હાલ હાલત ગંભીર છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પતિને છાતીથી પ્રાઇવેટ પાર્ટ સુધી એક ફૂટ કાપ્યો:તાંત્રિક પત્નીએ પેટ ચીરી આંતરડાં કોથળામાં ભર્યા, લીવર-કિડની ગાયબ; મકાનમાલિક આવતા છતથી કૂદી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : અમેરિકા અને અમારી વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ:કેનેડિયન PMએ ટ્રમ્પના ટેરિફને હુમલો ગણાવ્યો, US પર જવાબી ટેરિફ લગાવવાની જાહેરાત કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : પંજાબી યુવકની અમેરિકામાં ગોળી મારીને હત્યા:ડિલિવરી કરવા જઈ રહ્યો હતો; પિતા બોલ્યા- 10 વર્ષ પહેલાં ₹30 લાખનું દેવું કરીને મોકલ્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : ફ્રાન્સમાં સપ્ટેમ્બરમાં ખુલશે પ્રથમ મોટું હિન્દુ મંદિર:પેરિસ નજીક ઉદ્ઘાટન થશે, 13 દિવસ સુધી ચાલશે ભારતીય સંસ્કૃતિ ઉત્સવ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : પગારમાંથી PF કપાતો હોય, તો મફતમાં મળશે ₹7 લાખનો વીમો:એક રૂપિયાનું પણ પ્રીમિયમ નહીં ભરવું પડે, જાણો નોકરિયાતને કેવી રીતે મળશે લાભ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.ક્રિકેટ : વૈભવ સૂર્યવંશી દિલીપ ટ્રોફી ડેબ્યૂમાં 8 રન પર આઉટ:6 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા, નોર્થ ઈસ્ટ ઝોનના બોલર કોન્થૌજમે આઉટ કર્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આ સપ્તાહ કેવું રહેશે?:મેષ જાતકો માટે ગ્રહ સ્થિતિ ઉત્તમ રહેશે, કન્યા-કુંભ જાતકોને કામમાં સફળતા મળશે, સિંહ-વૃશ્ચિક જાતકો માટે સમય લાભદાયી (સંપૂર્ણ સમાચાર વાંચો) 8. ક્રિકેટઃ જયસ્વાલે શ્રીલંકન બોલરના માથે હેલ્મેટ ભટકાડ્યું, VIDEO:અસિથા ફર્નાન્ડોએ બોલ્ડ કરતા એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું; બન્ને ખેલાડીઓને SL કેપ્ટને છૂટા પાડ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 113 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી જૂતા જેવી કાર
નેધરલેન્ડ્સમાં એક વ્યક્તિએ જૂતા જેવી કાર ચલાવીને અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ટીવી હોસ્ટ ક્લાસ વેન ક્રુઇસ્ટમ અને તેમની ટીમે તેને તૈયાર કરી. ઇલેક્ટ્રિક ગો-કાર્ટના ફ્રેમમાંથી તૈયાર કરાયેલી આ ગાડીએ બ્રેડા એરપોર્ટ પર 113 કિમી/કલાકની ઝડપ પકડી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. હત્યા કર્યા પછી જ ગાઢ ઊંઘ આવતી હતી!:એકેય પુરાવા કે સાક્ષી વિના, ફૂટેલી ગોળીઓથી માત્ર મજા માટે 22 હત્યા કરનારો ‘વૃદ્ધ’ સિરિયલ કિલર 2. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પનો 35 વર્ષની નતાલી સાથે શું સંબંધ છે? રાષ્ટ્રપતિ જેને પોતાની ખૂબ નજીક માને છે, મહિને 1.4 કરોડ પગાર; શા માટે ઉઠ્યા સવાલો 3. તમારૂં બાળક પેટમાં શું પધરાવે છે એ જોજો:સ્કૂલ પાસે નાસ્તાના પેકેટ, જંક ફૂડ પર પ્રતિબંધની માંગ, ડૉક્ટરની ચિંતાજનક ચેતવણી- આવું ખાવાથી મગજનું બ્લોકેજ થઇ શકે 4. IASનો આવો અંદાજ નહીં જોયો હોય!:છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર રેસમાં સાડી પહેરીને રોડ પર દોડ્યા, કહ્યું- મારો કોઇ નંબર ના આવ્યો પણ મજા બહુ આવી 5. શહીદોના મૃતદેહો તોડી-તોડીને હેલિકોપ્ટરમાં ભરવામાં આવ્યા:’સત શ્રી અકાલ’ કહીને ગ્રેનેડ ફેંક્યો, પાકિસ્તાની બંકર તબાહ; 3 નિષ્ફળતા પછી સિયાચીન ફતેહ, પાર્ટ-2 6. ‘સ્વાર્થી મિત્રોએ મારી અંગત વાતોનો ગામમાં ઢંઢેરો પીટ્યો’:’મને જરૂર પડી તો મોઢું ફેરવી લીધું, મેં ટૉક્સિક મિત્રતા તોડી નાખી પણ હવે એકલું લાગે છે, શું કરું?’ 7. તમારા પર્સમાં રાખેલી ચલણી નોટો સુરક્ષિત છે?:નોટ-સિક્કા પર રહેલા જર્મ્સ ફેફસાં, આંતરડા માટે હાનિકારક; ડૉક્ટર પાસેથી જાણો બીમારીથી બચવાની 10 સરળ ટિપ્સ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃષભ રાશિને તણાવમાંથી રાહત મળશે; કર્ક, કન્યા અને તુલા રાશિનું વૈવાહિક જીવન સુખમય રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઓપરેશન સિંદૂરમાં તબાહ આતંકી કેમ્પ ફરી તૈયાર; રાજસ્થાનમાં CJP કાર્યકર્તા પર હુમલો; ઈમરાન માટે 21 પૂર્વ કેપ્ટનોનો પત્ર
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
