મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે પાટીલે ફરી એક વાર મરાઠા અનામતના મુદ્દે સરકારને સીધી ચેતવણી આપી છે. ઓબીસી માટે જારી કરાયેલા જીઆર (સરકારી ઠરાવ)ને લાગુ કરવાની સાથે તેમણે આંદોલન દરમિયાન દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવા અને પ્રમાણપત્રોના વિતરણની માગણી કરી છે. “જ્યાં સુધી પ્રમાણપત્રોનું વિતરણ નહીં થાય ત્યાં સુધી આંદોલન બંધ થશે નહીં,” એમ ચેતવણી આપી છે. 29 ઓગસ્ટ પૂર્વે સરકાર વલણ સ્પષ્ટ નહીં કરે તો મુંબઈ તરફ કૂચ કરશે અને પાછળ હટશે નહીં.જરાંગેએ જણાવ્યું હતું કે માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિરોધ પાછો ખેંચવામાં આવશે નહીં. 28 ઓગસ્ટ સુધીમાં પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું આવશ્યક છે, અન્યથા 29 ઓગસ્ટે વિરોધ કરવામાં આવશે. “મરાઠાઓ અંગે 58 લાખ રેકોર્ડ મળ્યા તો 58 લાખ પ્રમાણપત્રોની જરૂર છે. માન્યતા માટે અરજી કરી છે તેમને 28 ઓગસ્ટ સુધીમાં પ્રમાણપત્ર મળવું જોઈએ,” એમ જરાંગેએ માગણી કરી છે. ઉપરાંત ઓબીસી અનામત માટે જારી કરાયેલો જીઆર લાગુ કરવામાં આવે અને તેમાં રહેલી બધી છૂટછાટો મરાઠા સમુદાયને આપવામાં આવે. આંદોલનકારીઓ સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાની પણ માગણી કરી છે. ઉપરાંત જરાંગેએ માગણી કરી છે કે સાતારા ગેઝેટ અંગેનો જીઆર બહાર પાડવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે. સારથિની બંધ કરાયેલી યોજનાઓ ફરી શરૂ કરવામાં આવે અને આંદોલનમાં બલિદાન આપનારા પરિવારોની ભંડોળ અને નોકરીઓ સહિતની પડતર માગણીઓ પૂર્ણ કરવામાં આવે. “મેં સરકાર સમક્ષ કરેલી માગણીઓ પર અડગ છું. હવે પાછળ હટીશ નહીં. પ્રમાણપત્રનું વિતરણ ન થાય ત્યાં સુધી આંદોલન બંધ થશે નહીં. આ બધા મુદ્દાઓનો હમણાં જ સંપૂર્ણ ઉકેલ લાવો, કંઈ પણ પેન્ડિંગ ન રાખો,” એમ જરાંગેએ સ્પષ્ટતા કરી છે.તેમણે સરકારના વહીવટ પ્રત્યે પણ નારાજી વ્યક્ત કરી છે. “લોકો સરકારથી બહુ કંટાળી ગયા છે.
સરકાર તે પૂર્વે યોગ્ય નિર્ણય લે એવી ચીમકી:જરાંગેની સરકારને ફરી ચેતવણી: 29 ઓગસ્ટે મુંબઈ તરફ મોરચો
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
