મહારાષ્ટ્રના અમરાવતીમાં સરકારી જિલ્લા મહિલા હોસ્પિટલમાં વહેલી સવારે સર્જાયેલી આગની ઘટનાએ હચમચાવી દીધું છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા નવજાત શિશુ સઘન સારવાર વિભાગ એટલે કે NICUમાં સવારે આશરે 3:30 વાગ્યે અચાનક આગ ભભૂકી હતી. પ્રાથમિક માહિતી મુજબ વેન્ટિલેટરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આ કરુણ દુર્ઘટનામાં 3 નવજાત શિશુઓના દાઝી જવાથી મોત થયા છે.
Maharashtra : અમરાવતીની જિલ્લા મહિલા હોસ્પિટલના NICUમાં આગ, 3 નવજાત શિશુઓના મોત
📅 Published: August 24, 2026 |
📂 Category: India National
