ગદોસણ ખાતે દેવીપૂજક સમાજ દ્વારા ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ:શોભાયાત્રા અને રાત્રિ રેગડી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

પાટણ તાલુકાના ગદોસણ ગામ ખાતે દેવીપૂજક પટણી સમાજ દ્વારા દેવી-દેવતાઓના ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમાજના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે દેવીપૂજક સમાજના લોકોએ ધજાઓ સાથે શોભાયાત્રા યોજી હતી. આ શોભાયાત્રા ગામના અગ્રણી અને ગ્રામ પંચાયતના સદસ્ય ભરતભાઈના નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી. મહોત્સવ દરમિયાન રાત્રિના સમયે રેગડીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વ. બચુભાઈના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *