Bhavnagarમાં હોસ્ટેલમાં રેગિંગનો કાળો ખેલ, ધોરણ 9ના વિદ્યાર્થીને માર મારી માલિશ કરાવાઈ હોવાના સનસનીખેજ આરોપ

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર શહેરની કાળીયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગ જેવી ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્ટેલમાં રહેતા ધોરણ 9ના સગીર વિદ્યાર્થીને તેના સિનિયરો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના રેક્ટર દ્વારા સગીર વિદ્યાર્થીને ત્રાસ

ફરિયાદ મુજબ ધોરણ 12 સાયન્સના કેટલાક NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના રેક્ટર દ્વારા સગીર વિદ્યાર્થીને ત્રાસ આપવામાં આવતો હતો. વિદ્યાર્થી સાથે વારંવાર મારામારી કરવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં પણ સગીર વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાનું દેખાતું હોવાની વિગતો સામે આવી છે.

વિદ્યાર્થીને સિગારેટ પીવડાવી હોવાનો આરોપ

આરોપ છે કે વિદ્યાર્થીનું માથું દબાવવામાં આવ્યું, તેની પાસે માલિશ કરાવવામાં આવી અને ચપ્પલથી માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીને સિગારેટ પીવડાવવામાં આવતી હોવાના પણ ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે. આ તમામ આક્ષેપોને કારણે હોસ્ટેલની વ્યવસ્થા અને જવાબદારોની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

નીલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો 

આ મામલે 6 વ્યક્તિઓ સામે નીલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. રેગિંગના નામે સગીર વિદ્યાર્થી સાથે ખરેખર કેટલો અને કેવો ત્રાસ થયો હતો તેની તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.  

આ પણ વાંચો :     Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *