વડોદરા શહેર નજીક બિલ કેનાલ રોડ પર આવેલી ઓરો રેસિડેન્સીમાં એક્ટિવામાં કોબ્રા સાપનું બચ્ચું ઘૂસી જતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ વડોદરા વન વિભાગના કંટ્રોલરૂમમાં કરવામાં આવતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ સાપનું સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બિલ કેનાલ રોડ પર આવેલી ઓરો રેસિડેન્સીમાં એક્ટિવામાં કોબ્રા સાપનું બચ્ચું ઘૂસી ગયું હતું. એક્ટિવામાં સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી તાત્કાલિક વડોદરા વન વિભાગના કંટ્રોલરૂમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ વડોદરા વન વિભાગના કર્મચારી જીગ્નેશ પરમાર તથા લાલુ નિઝામા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક એક્ટિવાની તપાસ હાથ ધરી હતી. એક્ટિવાના અંદરના ભાગમાં છુપાયેલા કોબ્રા સાપના બચ્ચાને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આખરે વન વિભાગની ટીમે સાપના બચ્ચાને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લીધું હતું. સાપનું રેસ્ક્યૂ થતાં રેસિડેન્સીના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરામાં એક્ટિવામાં ઘૂસેલા કોબ્રા સાપનું રેસ્ક્યૂ:એક્ટિવામાં કોબ્રા સાપનું બચ્ચું ઘૂસી જતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો, વન વિભાગે ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યૂ કર્યું, લોકોએ રાહતનો શ્વાસ લીધો
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
