Delhiમાં ભારે વરસાદથી હાહાકાર, 14 ફ્લાઇટ ડાયવર્ટ; એરલાઇન્સે જાહેર કરી એડવાઇઝરી

📅 Published: August 24, 2026 | 📂 Category: India National

Delhi: ભારે વરસાદને કારણે આજે દિલ્હી-એનસીઆરમાં એરપોર્ટ પર ફ્લાઇટને લઇને કામગીરી ખોરવાઈ ગઈ હતી. દિલ્હી એરપોર્ટથી 14 ફ્લાઇટ્સને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી હતી, જેમાં બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો સમાવેશ થાય છે. સ્પાઇસજેટ સહિત અનેક એરલાઇન્સે એડવાઇઝરી જાહેર કરી ચેતવણી આપતા જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ પર અસર પડી શકે છે અને મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરી હતી.

સોમવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થયો હતો અને રાજધાની ક્ષેત્રમાં વાહનોની અવરજવર ધીમી પડી હતી. દક્ષિણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેટલાક જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું હતું, જેમાં દિવસ દરમિયાન વધુ ભારે વરસાદની શક્યતાની ચેતવણી આપવામાં આવી હતી.

હવામાન વિભાગે ચેતવણી આપી

આઇએમડી અનુસાર, દક્ષિણ-પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, શાહદરા, મધ્ય દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી અને ઉત્તર દિલ્હી સહિતના વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે વરસાદની શક્યતા છે. વિભાગે મધ્ય દિલ્હી, દક્ષિણ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી અને ઉત્તર દિલ્હીના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી પણ કરી છે.

યુપી અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

રાજધાની ઉપરાંત, દેશના અન્ય વિવિધ ભાગોમાં હવામાન ચેતવણીઓ જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે.

આ પણ વાંચો: Varansi: પ્રાચીન ઇતિહાસ થયો ઉજાગર, 70 વર્ષ બાદ 22 બોક્સમાંથી મળ્યો ખજાનો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *