Haryana : પત્નીએ પતિને મારવા ક્રૂરતાની હદ કરી પાર, આંતરડા બહાર કાઢી પરબિડીયામાં ભર્યા

📅 Published: August 24, 2026 | 📂 Category: India National

હરિયાણાના કુરુક્ષેત્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત ડરામણી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના વતની અને અહીં ભાડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રાજેશની તેની જ પત્ની વિમલા દેવીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. 

ક્રૂરતાની દરેક હદ કરી પાર

મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજના સમયે આ ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં હત્યારી પત્નીએ પતિના પેટ પર આશરે 35 સેન્ટિમીટર લાંબો ઊંડો ઘા કરીને તેનું પેટ ચીરી નાખ્યું હતું અને તેના આંતરડા બહાર કાઢીને પરબિડીયામાં ભરી દીધા હતા. પોલીસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ હુમલો એટલો ભયાનક હતો કે મૃતકના શરીરમાંથી લીવર અને જમણી કિડની પણ ગાયબ જોવા મળ્યા હતા.

પત્નીને કસ્ટડીમાં લેવાઇ

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને મકાનમાલિક સ્તબ્ધ થઈ ગયા હતા. મકાનમાલિક રિંકુના જણાવ્યા અનુસાર, સાંજે રૂમમાંથી અચાનક ચીસોનો અવાજ આવતા તેઓ ટેરેસ પર દોડી ગયા હતા, જ્યાં રાજેશ લોહીથી લથપથ મૃત હાલતમાં પડેલો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પત્ની વિમલા દેવીએ ગભરાઈને કે અન્ય કોઈ કારણસર ઘરની છત પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી, જેના કારણે તે પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને લોહીથી ખરડાયેલી ત્રણ અલગ-અલગ છરીઓ જપ્ત કરી હતી અને ઈજાગ્રસ્ત પત્નીને કસ્ટડીમાં લઈને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

આટલી ક્રૂર હત્યા પાછળનું કારણ અકબંધ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, પરંતુ આટલી ક્રૂરતાથી હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ અસપષ્ટ છે. હાલમાં પોલીસ આરોપી પત્ની હોસ્પિટલમાં સ્વસ્થ થાય તેની રાહ જોઈ રહી છે, જેથી તેની કડક પૂછપરછ કરીને આ પાશવી હત્યા પાછળનું અસલ રહસ્ય બહાર લાવી શકાય. ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરીને કાયદેસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Uttar Pradesh : ભારે વરસાદનો કહેર, પ્રયાગરાજના બડે હનુમાન મંદિર સુધી પહોંચ્યા પાણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *