અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ સાપ્તાહિક વિશેષ ટ્રેન હવે નિયમિત દોડશે:26 ઓગસ્ટથી રિઝર્વેશન તમામ પીઆરએસ કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદથી તિરૂચ્ચિરાપ્પલ્લિ વચ્ચે મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુસાફરોની સુવિધા અને રેલવે કનેક્ટિવિટી વધારવાના હેતુથી અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ સાપ્તાહિક વિશેષ ટ્રેનને હવે નિયમિત કરવામાં આવી છે. આ ટ્રેન 24 સપ્ટેમ્બરથી સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે. અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ એક્સપ્રેસ દર ગુરુવારે અમદાવાદથી સવારે 9.20 કલાકે ઉપડશે અને શનિવારે સવારે 3.35 કલાકે તિરૂચ્ચિરાપ્પલ્લિ પહોંચશે. જ્યારે પરત તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ એક્સપ્રેસ 27 સપ્ટેમ્બરથી દર રવિવારે સવારે 5.45 કલાકે તિરૂચ્ચિરાપ્પલ્લિથી ઉપડશે અને સોમવારે રાત્રે 9.15 કલાકે અમદાવાદ પહોંચશે. આ સ્ટેશનનો પર ટ્રેન રોકાશે
ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગિ, વાડી, રાયચૂર, મંત્રાલયમ, આદોની, ગુંટકલ, કડપા, રેણિગુંટા, અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એષુંબૂર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ, કડલૂર, ચિદમ્બરમ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાસમ અને તંજાવૂર સહિતના સ્ટેશનો પર રોકાશે. ઉપરાંત ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. રિઝર્વેશન 26 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *