ગુજરાત હાઇકોર્ટમાં મોરબીથી પોલીસ કોન્સ્ટેબલ મન્સુર ડાંગરે આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી. પ્રોહેબિશન એક્ટના સંદર્ભમાં ટંકારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયામાં પોલીસ કોન્સ્ટેબલની સક્રિય ભૂમિકા સામે આવી હતી. આ કેસમાં મોરબીના એક ગોડાઉનમાંથી 92 લાખની શરાબની બોટલ ઝડપાઈ હતી. આખરે હાઇકોર્ટે કોન્સ્ટેબલની આગોતરા જામીન અરજી નકારી નાખી છે. કેસને વિગતે જોતા અરજદારે પ્લાસ્ટિક ભાંગરાના ધંધાના નામે બીજા સહ-આરોપી સાથે મળીને ગોડાઉન ભાડે રખાવ્યું હતું અને પોલીસ કર્મચારી હોવાને કારણે ભાડાકરાર સહ-આરોપીના નામે કરાવ્યો હતો. દારૂથી ભરેલો ટ્રક આવ્યો ત્યારે અરજદાર પોતાની કાળી ક્રેટા કારમાં ટ્રકની આગળ પાયલોટિંગ કરી રહ્યો હતો અને લોકેશન શેર કરતો હતો. પોલીસે 35 હજાર દારૂની બોટલ ઝડપી પાડી
પોલીસને બાતમી મળતા ઘટનાસ્થળે રેડ પાડીને નાની મોટી મળીને 35 હજાર જેટલી શરાબની બોટલ ઝડપી પાડી હતી. જેની કિંમત 92 લાખ જેટલી થાય છે. પોલીસે કેટલાક આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળે અરજદારની હાજરી, CCTV ફૂટેજ, લોકેશન ડેટા, ટ્રક ડ્રાઇવરનું નિવેદન અને સહ-આરોપીઓના નિવેદનોથી તેની સક્રિય ભૂમિકા સ્પષ્ટ થઈ હતી. પોલીસની દારૂબંધીના કાયદાનો ભંગ કરાવવામાં મદદગારી
હાઈકોર્ટે નોંધ્યું હતું કે, કાયદાનું પાલન કરાવવા માટે જવાબદાર પોલીસ અધિકારી પોતે જ દારૂબંધીના કાયદાનો ભંગ કરાવવામાં મદદગારી કરી રહ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. સમગ્ર કૌભાંડનું સત્ય બહાર લાવવા અને નાણાકીય લેવડદેવડ તથા દારૂના સ્ત્રોતની તપાસ કરવા માટે અરજદારની કસ્ટડીમાં પૂછપરછ અત્યંત જરૂરી છે. હાઇકોર્ટે આરોપી કોન્સ્ટેબલને આગોતરા જામીન ફગાવ્યા
સહ-આરોપીનું નિવેદન તપાસ અધિકારી માટે આગળની તપાસના પુરાવા તરીકે ઉપયોગી બને છે, તેથી તેના આધારે આગળની કાર્યવાહી યોગ્ય છે. આ તમામ ગંભીર બાબતો અને સમાજ હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે આરોપી પોલીસ કોન્સ્ટેબલને આગોતરા જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
પોલીસ કોન્સ્ટેબલની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી:મોરબીના ગોડાઉનમાંથી 92 લાખનો દારૂ ઝડપાયો હતો, રાજસ્થાનના ટ્રકને ક્રેટા ગાડી વડે કોન્સ્ટેબલે પાયલોટિંગ આપ્યું હતું
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
