Delhiથી પટના આવી રહેલી ફ્લાઇટમાં મોટો અકસ્માત ટળ્યો, તાળવે ચોટ્યા હતા 164 યાત્રીઓના જીવ !

📅 Published: August 24, 2026 | 📂 Category: India National

Delhi: દિલ્હીથી પટના જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 1741 આજે (સોમવાર) સવારે 8:00 વાગ્યાની આસપાસ પક્ષી અથડાવાની ઘટના બની હતી. પટના એરપોર્ટ પર લેન્ડિંગ કરતા પહેલા પાયલટે વિમાનના એન્જિન પાસે પક્ષી અથડાયાની જાણ કરી હતી. વિમાનમાં 164 મુસાફરો સવાર હતા અને આ ઘટનાથી તેમનામાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, વિમાન સવારે 7:43 થી 7:44 વાગ્યાની વચ્ચે સુરક્ષિત રીતે ઉતર્યું; જ્યારે બધા મુસાફરો સુરક્ષિત હતા પરંતુ ઘટના બની ત્યારે ચકચાર મચી જવા પામ્યો હતો. 

RJD સાંસદ મનોજ ઝા દિલ્હી પરત ફરવાના હતા

RJD સાંસદ મનોજ ઝા પણ આ ફ્લાઈટમાં દિલ્હી પાછા ફરવાના હતા. આ ઘટના બાદ ઝા અને અન્ય મુસાફરોને એક અલગ ફ્લાઈટ (AI 1852)માં દિલ્હી મોકલવામાં આવ્યા હતા, જે લગભગ 79 મિનિટ મોડી રવાના થઈ હતી.

ઇમરજન્સી લેન્ડિંગ પ્રોટોકોલ લાગુ કર્યો

પક્ષી અથડાયા બાદ અધિકારીઓએ રનવેનું નિરીક્ષણ કર્યું. અહેવાલો દર્શાવે છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 1741 પટના એરપોર્ટ પર લેન્ડિંગ માટે નીચે ઉતરી રહી હતી ત્યારે એન્જિનની નજીક ટકરાઈ હતી. પાઇલટે ઘટનાની જાણ એર ટ્રાફિક કંટ્રોલને કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા હતા.

ફાયર સર્વિસ ટીમ તૈનાત

કોઈપણ સંભવિત કટોકટીને પહોંચી વળવા માટે ફાયર સર્વિસ ટીમ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા પછી, એક ટેકનિકલ ટીમે તેનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણમાં પક્ષી અથડાયાની પુષ્ટિ થઈ; જોકે, રાહતની વાત એ છે કે વિમાનના એન્જિનને કોઈ નુકસાન થયું નથી. જરૂરી ટેકનિકલ તપાસ અને પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી વિમાનને દિલ્હી પરત ફરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Monsoon: દેશભરમાં ઓછો વરસાદ… ખરીફ પાકના વાવેતર પર થઈ રહે છે વધારે અસર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *