પતિ અને સાસુ સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ:સાસુએ તું મરી કેમ નથી જતી કહેતા બ્યુટીપાર્લર સંચાલિકાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં વધુ એક પરિણીતાને પતિ અને સાસુ ત્રાસ આપતા હોવા અંગે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ભાઈ-ભાભી સાથે રહેતી પરિણીતાને તેના સાસુએ કહ્યું હતું કે, તું મરી કેમ નથી જતી.? આ બાબતે લાગી આવતા બ્યુટી પાર્લર સંચાલિકાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં આજીડેમ પોલીસમાં પતિ વિશાલ પરમાર અને સાસુ લાભુબેન પરમાર વિરુધ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 18 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા પીરવાડી પાસે રીંગરોડ બાયપાસ નજીક રામ પાર્કમાં રહેતા બ્યુટી પાર્લર સંચાલિકા શીતલબેન (ઉ.વ.36) નામના પરિણીતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ખોખડદડ નદીના પુલ પાસે શિવધારા સોસાયટી શેરી નંબર 1માં રહેતા પતિ વિશાલ અમરશી પરમાર અને સાસુ લાભુબેનના નામ આપી જણાવ્યું હતું કે, હાલ તે ભાઈ-ભાભી સાથે રહે છે. આશરે 18 વર્ષ પૂર્વે તેણે વિશાલ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન થકી સંતાનમાં બે પુત્ર છે, હાલ પરિણીતા બ્યુટી પાર્લર ચલાવે છે. લગ્ન બાદ 13 વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં રહેતા હતા દરમિયાન પરિણીતા કારખાનામાં કામ કરતી હતી અને પગાર સાસુ લાભુબેનને આપતા હતા. પતિ નાની નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યો હતો પરિણીતા કામે જતા તેમના સાસુ જમવા પણ આપતા ન હતા. બાદમાં પતિ-પત્ની અલગ રણુજા મંદિર પાસે એક વર્ષથી ભાડે રહેતા હતા. બાદમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ત્રણેક વર્ષ સુધી કારખાનામાં રહ્યા હતા. છેલ્લા દોઢેક વર્ષથી ગોકુલધામ ગીતાંજલિ સોસાયટી શેરી નં.1 માં કારખાનાના શેઠના મકાનમાં રહેતા હતા. જે સાસુને લગ્ન બાદથી તકલીફ હતી પરંતુ ગત દિવાળી સમયે તા.20.10.2025થી પતિ વિશાલ નાની નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યો હતો. જમવાનું બનાવે તો તે જમતો નહીં ઘર ખર્ચના પૈસા પણ આપતો ન હતો. હવે તને મારી જ નાખીશ તેમ કહી પતિએ ધમકી આપી સાસુ લાભુબેન અવારનવાર તેણી ક્યાં જાય છે, કેટલું કમાય છે તે અંગે પતિને પૂછતા હતા અને ખોટી ચઢામણી કરતા હતા જેના લીધે પતિ નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપી દારૂ પી મારકૂટ કરતો હતો. ગઈ તા.17.05.2026ના પરિણીતા ગોકુલધામ ગીતાંજલિ સોસાયટીમાં ઘરે હતી ત્યારે પતિ વિશાલ દારૂ પી ઘરે આવ્યો હતો અને મારવાનો પ્રયાસ કરતા તે બચવા જતા પતિને ધક્કો માર્યો હતો જેથી પતિએ કહ્યું હતું કે, હવે તને મારી જ નાખીશ તેમ કહી ધમકી આપી જતો રહ્યો હતો ત્યારબાદ તે ઘરે પરત ફર્યો ન હતો. આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી પરિણીતાને ઘરનું બ્યુટી પાર્લર કરવા માટે લોનની જરૂર હોય પરંતુ અગાઉ એકટિવાની લોન લીધી હોય તેમાં નંબર પતિનો હોવાથી ઓટીપીની જરૂરિયાત પડતા તે ગઈ તા.20.08.2026 ના સાસુ લાભુબેનના શિવધારા સોસાયટી સ્થિત ઘરે જતા તેઓ ગાળો બોલવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તું મરી કેમ નથી જતી.? જેથી પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ પી લીધું હતું બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બનાવ અંગે પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *