બ્રિટનમાં મુસ્લિમો મોટો પડકાર:પાકિસ્તાનીઓએ અડધી રાત્રે લંડન માથે લીધું, 1400 સગીરાની જિંદગી બગડી, કટ્ટરવાદ અને વસતી વિસ્ફોટથી કલ્ચરલ બોમ્બ ફુટ્યો

📅 Published: August 24, 2026 | 📂 Category: International

બ્રિટનના રસ્તાઓ પર બ્રિટનના ઝંડા નહીં પણ પાકિસ્તાનના ઝંડા લહેરાઈ રહ્યા હતા. આ જોઈને હું ચોકી ગયો કે શું આ લંડન જ છે? આ શબ્દો હતા એક ટીવી એન્કરના જ્યારે તેણે ઈસ્ટ એન્ડ લંડનના રસ્તાઓ પર મોટી ભીડ, કાર પર સ્ટીકર અને પાકિસ્તાનના ઝંડા જોયા. દિવસ હતો પાકિસ્તાનની આઝાદીનો. ભીડ એટલી બધી હતી કે લંડન પોલીસે રસ્તા બંધ કરવા પડ્યા હતા. બ્રિટિશ એન્કર તરીકે તેને પોતાની જમીન પર થઈ રહેલો બદલાવ જોવા મળે ત્યારે તેમને સવાલ થાય એ સ્વાભાવિક છે .પણ બીજો સવાલ કોઈને પણ થાય કે શું આ કોઈ આઝાદીની જ ઉજવણી હતી કે પછી બ્રિટનની બદલાતી તસવીર? આ સવાલ અત્યારે ભારતમાં નહીં પણ આખા યુરોપમાં ગુંજી રહ્યો છે. પણ વાત આપણે ખાસ બ્રિટનની કરીશું કારણ કે તેમના કહેવા મુજબ ત્યાં સૌથી વધુ બનાવો સામે આવી રહ્યા છે. જ્યાં કપડા, રીત-ભાત, રહેણી-કરણી, સંસ્કૃતિ અને શહેરોની વસ્તી અને તેની શકલ બધું બદલી રહ્યું છે. મોટો સવાલ એ છે કે શું યુરોપ અને ખાસ કરીને બ્રિટનનું ઈસ્લામીકરણ થઈ રહ્યું છે? મુસ્લીમ લોકો લોકો બ્રિટનમાં શરિયા કાયદો લાગુ કરાવવાની માગ કેમ કરી રહ્યા છે? અને શું બ્રિટિશ સમાજ પોતાની મૂળ ઓળખ ગુમાવી રહ્યો છે? ચાલો આ ગંભીર અને વિવાદિત સવાલ વિશે આપણે વિગતે વાત કરીએ… નમસ્કાર… તમને સવાલ થશે કે બ્રિટનમાં આ બધુ થઈ રહ્યું છે તો આપણે ગુજરાતીની ધરતી પર આ સમાચારની વાત કેમ કરી રહ્યા છીએ? તો જવાબ છે દુનિયામાં કંઈ પણ થાય તેનો પડઘો બધે જ પડતો હોય છે. યુરોપમાં હમણા માઈગ્રેશન અને વસ્તીમાં થતા ફેરફારો નેતાઓના ભાષણો પૂરતા સિમિત નથી થઈ ગયા, તે રસ્તાઓ પર પણ જોવા મળી રહ્યા છે. યુરોપ અને બ્રિટનમાં વધી રહેલી મુસ્લીમ વસ્તીનો સિનારિયો પણ અલગ છે તેની પછી વિગતે વાત કરીશું પણ પહેલા બ્રિટનની વાત કરી લઈએ… બ્રિટનમાં મુસ્લીમો પહોંચ્યા કેવી રીતે? આ વાત કરતા સમયે સૌથી મોટો સવાલ મનમાં એ આવે કે બ્રિટનમાં મુસ્લીમો આવ્યા કેવી રીતે? તો ભાઈ આ કંઈ રાતોરાત નથી થયું. બીજા વિશ્વ યુદ્ધ પછી બ્રિટનને કામ કરવાવાળા કામદારોની બહુ જ જરૂર પડી ગઈ હતી. જેના જ કારણે તેમણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી મજૂરો બોલાવ્યા. તેનો જ ત્રીજો વારસો આજે બ્રિટનની ગલીઓમાં ગુંજી રહ્યો છે. ત્રણ પેઢી પહેલા બ્રિટિશ બની ગયેલા લોકોના વંશજોમાં હજુ 14 ઓગસ્ટનો પ્રચંડ ઉમળકો કે ઊભરો નજરે પડે છે. આ દિવસ એટલે પાકિસ્તાનનું બનવું. ટૂંકમાં હજુ તેમના ઈમોશનલ મૂળિયા પાકિસ્તાન સાથે જોડાયેલા છે. નેતા અને પોલીસની ડબલ ઢોલકી પણ આપણે ઉજવણીથી આ વાતને એક લેવલ અપ લઈ જશું, કારણ કે વાત છે સાંસ્કૃતિક આઘાતની. ગોરી ચામડીના બ્રિટિશ નાગરિકો અત્યારે એક શબ્દ વારંવાર વાપરી રહ્યા છે. ટુ ટિયર પોલીસિંગ, એટલે કે પોલીસના બેવડા માપદંડ. તેમનું કહેવું છે જ્યારે યુરોપ 2024નો ફૂટબોલ મેચ શરૂ થયો તે પહેલા આખા બ્રિટનમાં કડક કાયદાઓ લાગુ કરાયા હતા તો પાકિસ્તાનની આઝાદીના દિવસ માટે હજારોની ભીડને ઉજવણી કરવાની છૂટ કેમ મળી? આ લાગણી ગોરી ચામડીના બ્રિટિશર્સને અંદરથી દઝાડી દે છે. આ વાતને આપણે નોબલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની એક વાતથી સમજીએ. સેને પોતાની બૂક આઇડેન્ટિટી એન્ડ વાયોલન્સમાં લખ્યું હતું કે, “બ્રિટને જે મલ્ટીકલ્ચરલિઝમ અપનાવ્યું હતું, તે નિષ્ફળ ગયું છે. તેની જગ્યાએ હવે પ્લુરલ મોનોકલ્ચરલિઝ આવી ગયું છે.” સીધી અને સાદી રીતે સમજીએ તો અલગ અલગ સમુદાય અને જગ્યાઓના લોકો સાથે મળીને રહે એવો કોન્સેપ્ટ બ્રિટને અપનાવ્યો હતો. પણ જેમને એકબીજામાં ભળવું જોઈતું હતું એ લોકો આજે પણ સાથે રહેવા છતાં એકબીજામાં ભળ્યાં જ નથી. તે લોકો કલ્ચરલી એક અલગ ટાપુ પર જ રહે છે જેને સમાજશાસ્ત્રની ભાષામાં પેરેલલ સોસાયટી પણ કહેવાય છે. આપણે એવું કહીએ છીએ કે બ્રિટન બદલાઈ રહ્યું છે તેનો મતલબ એ નથી કે માટીનો રસ્તો સિમેન્ટ અને કોંક્રિટનો બની રહ્યો છે! જવાબ રસ્તાઓ નહીં પણ સરકારના આંકડાઓમાં છૂપાયેલો છે. નેતાઓ ગમે ત્યારે બેફામ નિવેદનો આપે પણ આપણે તો ડેટાને ધ્યાને રાખીને જ વાત કરવી છે. ડેટાનો સાર એવો નીકળે છે કે, સિક્કાની એક બાજુની વાત આપણે કરી અને હવે બીજી બાજુની પણ વાત કરીએ કારણ કે આ આંકડાઓથી એવી પણ સમજ પડે છે કે જે બ્રિટિશ જમણેરીઓ બૂમો બાડીને કહેતા હતા કે બ્રિટનમાં મુસ્લીમો વધી રહ્યા છે તેના માટે ડેટા પણ બૂમો પાડીને કહે છે કે બ્રિટન બહુધર્મીમાંથી સેક્યુલર થઈ રહ્યું છે. ખૈર હવે થોડા વધુ ઉંડા ઉતરીએ. વાત કરીએ આવું કેમ થઈ રહ્યું છે? તેની પાછળના કારણો શું છે? જવાબ છે સ્ટુડન્ટ વિઝા, રોજગાર અને મુસ્લીમો પાસે દુનિયાની સૌથી વધુ યુવા જનસંખ્યા હોવી. ડેટા કહે છે કે દુનિયામાં સૌથી વધુ યુવા મુસ્લીમ ધર્મ પાસે છે અને જેટલા યુવા એટલો વધુ પ્રજનન દર. ટૂંકમાં આ વસ્તી પણ ભવિષ્યમાં પોતાના બાળકો પેદા કરીને પોતાની વસ્તી વધારશે. ડેટાથી ઘણી વસ્તુઓ સમજાઈ ગઈ હોય તો પાછા આપણે ઈસ્ટ એન્ડ પર આવીએ, જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી. કારણ કે આ વિસ્તાર ડેમોગ્રાફિક શિફ્ટની લાઈવ લેબોરેટરી છે. લંડનના ટાવર હેમલેટ્સમાં 39.8 ટકા મુસ્લીમો રહે છે જે મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. ન્યૂહામમાં માત્ર 30 ટકા ગોરા બ્રિટિશરો જ બચ્યા છે, 70 ટકા વસ્તી વિદેશી મૂળની છે. રેડબ્રિજ વિસ્તારમાં 31.3 ટકા મુસ્લીમો છે, જે મોટા ભાગના પાકિસ્તાની છે. બ્રિટનની અંદર ઈસ્લામિક વર્લ્ડ તમે અહિયાં જાવ તો તમને રસ્તાઓ પર મસ્જિદો, હલાલ મીટની દુકાનો અને ઈસ્લામિક કપડા જેવા કે હિજાબ અને પાયજામા અને માથે ટોપી નજરે પડશે. ભારતમાં પારસી લોકો જે રીતે હિંદુઓ સાથે ભળી ગયા તેવું હોય તો કોઈ પણ દેશને વાંધો ન આવે પણ જ્યારે કોઈ બીજા ધર્મ સાથે ન ભળીને પોતાની જ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે કે અહીંની જ વાત કરીએ તો બ્રિટિશ સમાજથી જ કપાઈ જાય તો પ્રોબ્લમ ઉભો થાય એ સ્વાભાવિક છે. આ જ છે પેરેલલ સોસાયટી જેનો ઘા હવે બ્રિટનને લાગી ગયો છે, પણ રૂઝાશે નહીં તે નક્કી છે. આવું એટલા માટે કારણ કે બ્રિટનને કે યુરોપને સૌથી મોટો અને ઊંડો સામાજીક ઘા જો કોઈએ આપ્યો હોય તો એ છે ગ્રેમિંગ ગેંગ. આ ગેંગ રોધરહેમ અને રોચડેલ જેવા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં દાયકાઓ સુધી 12-18 વર્ષની વ્હાઈટ બ્રિટિશ બાળકીઓને ફોસલાવી-ફસાવીને તેમને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલી દેતા હતા. ગોરી દીકરીઓને ફસાવવાનું ષડયંત્ર પણ એક સવાલ થાય કે જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે શું બ્રિટનની પોલીસ કે ઈન્ટેલિજન્સ એજન્સીને ખબર નહોતી? તો જવાબ છે 2014નો એલેક્સિસ જે રિપોર્ટ. તેમાં કહેવાયું હતું કે પોલીસ, કાઉન્સિલના ઓફિસર્સ અને સોશિયલ વર્કરને ગ્રુમિંગ ગેંગ વિશે બધી જ ખબર હતી કે વ્હાઈટ સગીર દીકરીઓને કેવી રીતે ફસાવાતી હતી અને તેને દેહવેપારમાં ધકેલી દેવાતી હતી. એકલા રોધરહેમમાં જ 1,400 જેટલી બાળકીઓ પીડિતા હતી. ઈસ્લામોફોબિક થપ્પાથી બચવા બાળકીઓનો ભોગ અને પોલીસે કોઈ પણ કામગીરી ન કરી કારણ કે આ ગુનાઓ કરનારી ગેંગના મોટા ભાગના લોકો પાકિસ્તાનના હતા. બ્રિટિશ નેતાઓ અને પોલીસને બીક હતી કે જો તે મુસ્લીમ સમાજના યુવાનો પર કડક કાર્યવાહી કરશે તો તેમના પર રેસિસ્ટ અને ઈસ્લામોફોબિકનો થપ્પો લગાવી દેવાશે. આ પોલિટિકલ કરેક્ટનેસ એટલે કે બધાને સારું લગાડવાની રાજનીતિનો ભોગ બની હજારો માસૂમ ગોરી બાળકીઓ. ગોરી સગીરાઓને ફસાવનારનું પાકિસ્તાની એંગલ ઉપરથી બ્રિટિશ સરકારની સિસ્ટમનું લબાડ ખાતું તો જુઓ. રોચડેલ કાંડના માસ્ટર માઈન્ડ શબીર અહેમદને 22 વર્ષે જેલ થઈ. આવા લોકોને જેલ હવાલે નહીં પણ દેશ નિકાલ કરવાની જરૂર હોવી જોઈએ જે સગીર બાળકીઓ પર નજર બગાડી, તેમને ફોસલાવી, ફસાવી અને દેહવેપારમાં ધકેલી દેતા હોય છે. જો કે બ્રિટિશ સરકાર શબીરને પાકિસ્તાન પણ મોકલી શકે એમ નથી કારણ કે 1971ની ઈમિગ્રેશન એક્ટમાં એક 50 વર્ષ જૂની કાનૂની છટકબારી છે. બ્રિટનના રાજકારણમાં મુસ્લીમોની એન્ટ્રી આ બધી અસરો રાજકારણ પર પણ પડે છે કારણ કે રાજકારણના જ લીધે માસૂમ બાળકીઓ પર અત્યાચાર થયો પણ આવું કરનાર સામે કાર્યવાહીઓ ન થઈ. રાજકારણની વાત કરીએ તો 2024માં ચૂંટણી હતી. સામાન્ય રીતે બ્રિટિશ મુસ્લીમો ત્યાંની લેબર પાર્ટીની વોટબેંક રહ્યા છે. પણ ગાઝા અને પેલેસ્ટાઈન મામલે લેબર પાર્ટીનો સ્ટેન્ડ એવો ન રહ્યો જેવો બ્રિટિશ મુસ્લીમોનો હતો. જવાબમાં લેસ્ટર સાઉથમાં અપક્ષ ઉમેદવાર શોકત આદમે લેબર પાર્ટીના મોટા નેતા જોનાથન એશવર્થને ચૂંટણીમાં ધૂળ ચટાડી દીધી. આ ચૂંટણીએ ઈતિહાસ એટલા માટે બનાવ્યો કારણ કે આવા પાંચ પ્રો પેલેસ્ટાઈન અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં જીત્યા. જે કહી જાય છે કે માઈગ્રન્ટ સમુદાય હવે ખાલી વોટબેંક જ નથી રહ્યો પણ રાજકીય રીતે પણ મજબૂત બનીને સામે આવ્યો છે. શું બ્રિટનનું ઈસ્લામીકરણ થઈ રહ્યું છે? તો સવાલ થાય કે બ્રિટનનું ઈસ્લામીકરણ થઈ રહ્યું છે તો તેનો જવાબ તો બ્રિટનની જનતા જ સારી રીતે આપી શકે. પણ આપણે એવું કહી શકાય કે સિક્કાની બે બાજુ હોય છે.. લંડનના મેયર સાદિક ખાન કે બ્રિટનના ગૃહમંત્રી શબાના મહમૂદ આ જ સમાજમાંથી આવે છે જે કટ્ટર ન રહીને બ્રિટિશ સમુદાયમાં ભળ્યા પણ ખરાં. આવા બે નહીં પણ અનેક ઉદાહરણો છે. બ્રિટનને ખતરો ધર્મની વધતી વસ્તી નહીં પણ પેરેલલ ચાલી રહેલી સોસાયટી છે જે બ્રિટીશ સમાજને ન માનીને પોતાનો પેરેલલ સમાજ બનાવી રહી છે. બ્રિટનનો સાચો પડકાર છે બ્રિટિશ ઈતિહાસથી ચાલ્યો આવતો રુલ ઓફ લો. જો બ્રિટિશ સરકાર ગુનેગારોનો ધર્મ જોયા વગર સમાન કાયદો લાગુ નહીં કરી શકે અને બધા બ્રિટિશર્સને બ્રિટિશ ઓળખ નીચે નહીં લાવે તો પેરેલલ સોસાયટી મોટો ભૂકંપ લાવી શકે એમ છે. અને છેલ્લે… 6 વર્ષ પહેલા બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થયું. જેનું એક કારણ બ્રિટનની મુસ્લિમ વસતી પણ હતું. કારણ કે EUની ઈમિગ્રેશન પોલિસી ઉદાર હતી જેના કારણે બ્રિટનમાં મુસ્લિમોની વસતી વધી ગઇ. મૂળ બ્રિટિશરોને મનમાં ડર બેસી ગયો છે, અને તેમને આ પ્રવાસીઓનું પૂર રોકવું હતું. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *