મોટીસરાના મંજુબા ક્લાસીસમાં ૧૨ વર્ષથી વિનામૂલ્યે શિક્ષણ:શ્રાવણના બીજા સોમવારે મહાનુભાવોએ બાળકો સાથે ઉજવણી કરી

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

પાટણ શહેરના મોટીસરા વિસ્તારમાં આવેલું મંજુબા સંસ્કાર સેવા કેન્દ્ર સંચાલિત ‘મંજુબા ટ્યુશન ક્લાસીસ’ છેલ્લા ૧૨ વર્ષથી ઉત્તમ સેવાકાર્ય કરી રહ્યું છે. આ સંસ્થા આસપાસના ગરીબ પરિવારો અને વંચિત વર્ગના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડે છે. અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક અને પ્રવૃત્તિલક્ષી કાર્યક્રમો પણ નિયમિતપણે યોજાય છે. પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે આ સંસ્થાની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર-૨ ના કોર્પોરેટર છાયાબેન સતિષભાઈ પટેલ, રામાપીરના ભક્ત જીગરભાઈ અમૃતભાઈ દેસાઈ અને પત્રકાર જયભાઈ પટેલ (જે કે મકવાણા) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ક્લાસીસના બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને શ્રાવણ માસના પર્વ નિમિત્તે તેમને નાસ્તો કરાવી ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા જાગૃતીબેન સોલંકી, સવિતાબેન સેન, કાજલબેન સોલંકી અને રીમ્પલ સોલંકી સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદરૂપ બનેલી આ સંસ્થાની પ્રવૃત્તિઓથી સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સૌએ આ સેવાયજ્ઞને બિરદાવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *