શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ., મોડાસા દ્વારા તેના ૩૦મા વર્ષે રૂ. ૧.૧૦ કરોડ સુધીનો નફો થતાં પાંચમો મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના ચેરમેન પંકજભાઈ એન. પટેલ અને વાઇસ ચેરમેન રાકેશભાઈ એમ. પટેલનો સત્કાર સમારંભ ડો. આંબેડકર હોલ, મોડાસા ખાતે રાખવામાં આવ્યો હતો. સમારંભની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ મંડળીના મેનેજિંગ ડિરેક્ટર રમણભાઈ પ્રજાપતિએ મહેમાનોનું સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય મંડળીના CEB અને ઉદ્ઘાટક ઈસ્માઈલભાઈ દાદુના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમણે આશીર્વાદ પણ આપ્યા હતા. મંચસ્થ મહેમાનોનું બુકે, શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીનાથ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં મંડળીના સભ્ય વિલાસબેન એમ. શાહ મહિલા ડિરેક્ટર તરીકે નિયુક્ત થતાં, નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલના હસ્તે તેમનું સન્માન કરાયું હતું. સંસ્થાનો પરિચય અને આજના કાર્યક્રમનો હેતુ વાઇસ ચેરમેન જયેશભાઈ ગાંધીએ રજૂ કર્યો હતો. મંડળીના મેનેજર નરેશભાઈ શાહે મંડળીના ૩૦ વર્ષના પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ડો. મુકુંદભાઈ શાહ, પ્રદીપભાઈ જયસ્વાલ, નલીનીબેન ગાંધી, ડો. સુરેશ ટી. પટેલ, કે.વી. પંડ્યા, વી.એમ. શાહ અને અનિલભાઈ પ્રજાપતિએ મંડળીની કાર્યપ્રણાલીની પ્રશંસા કરી હતી. ત્યારબાદ APMC ચેરમેન પંકજભાઈ એન. પટેલે સુંદર અને રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. અધ્યક્ષ પંકજભાઈ બુટાલાએ આ પ્રસંગે મંડળીના કર્મચારીઓને એક પગાર બોનસનો ચેક મંડળીના ડિરેક્ટરશ્રીઓના હસ્તે અર્પણ કર્યો હતો. તેમણે મંડળીની પ્રગતિમાં પ્રીમિયર સભ્યોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આભાર દર્શન મંડળીના મેનેજર નરેશભાઈ શાહે કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિરેક્ટર મુકુન્દ એસ. શાહે કર્યું હતું. આ પ્રસંગે તમામ પ્રીમિયર સભ્યોને એક ઉપયોગી ભેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મોડાસા મંડળીનો રૂ. 1.10 કરોડ નફા સાથે મિલન સમારંભ:APMC ચેરમેન-વાઇસ ચેરમેન,નગરપાલીકા પ્રમુખનુ સન્માન કરાયું
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
