Rajasthan : બીકાનેરમાં ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત 3ના મોત, એક ગંભીર

📅 Published: August 24, 2026 | 📂 Category: India National

રાજસ્થાનના બીકાનેરમાં સોમવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત થયા છે. નોંખાથી માડપુરા ગામ પરત ફરી રહેલી કારને રોંગ સાઈડથી આવી રહેલા ડમ્પરે સામેથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યો છે.

ડમ્પરે કારને અચાનક ટક્કર મારી

મળતી માહિતી મુજબ, સુગનારામ ડૂડી પરિવાર સાથે નોંખાથી માડપુરા ગામ તરફ જઈ રહ્યા હતા. ખીંવસર-માડપુરા માર્ગ પર સામેથી આવેલા ડમ્પરે તેમની કારને અચાનક ટક્કર મારી હતી. ડમ્પર રોંગ સાઈડમાં હોવાના કારણે કારચાલકને બચાવવાનો પૂરતો સમય મળ્યો નહોતો અને બંને વાહનો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.

આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા

અકસ્મતમાં કારમાં સવાર સુગનારામ ડૂડી, તેમની પત્ની સુવા દેવી અને માની દેવીનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ધન્નારામ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી. સ્થાનિકોની મદદથી ઘાયલને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં પાંચોડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કબજે લઈ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્પર કબજે કરીને આરોપી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

અકસ્માતના કારણોની તપાસ હાથ ધરાઈ

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરાઈ છે. ડમ્પર રોંગ સાઈડમાં શા માટે આવી રહ્યું હતું અને તેની ઝડપ કેટલી હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. એક જ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોતથી પરિવાર અને માડપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો : Chinaના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવી શકે, BRICS સમિટમાં લેશે ભાગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *