Surendranagar: રાસ્કા ગામની કેનાલ પાસે ટેન્કરમાંથી ઈંધણની ચોરીનો પર્દાફાશ, ચાર જબ્બે

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતા અમદાવાદ-રાજકોટ અને અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે પર ઈંધણ ભરીને પસાર થતા વાહનોમાંથી અવારનવાર ઈંધણ ચોરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે લીંબડી પોલીસે ઈંધણના ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા 4 શખ્સોને રંગેહાથ પકડી લીધા છે. આ બનાવની લીંબડી પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ લીંબડી પીએસઆઈ વી.એમ.કોડીયાતર, મહેન્દ્રસિંહ ગોહિલ સહિતનાઓને તા. રરના રોજ રાત્રે પેટ્રોલીંગ દરમીયાન રાસ્કા ગામની સીમમાં કેનાલ રોડ પર ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દરોડાના સ્થળે ટેન્કરના વાલ્વમાંથી પાઈપ વાટે કેરબાઓમાં ઈંધણ ભરવામાં આવતુ હતુ. આ સ્થળે એક છકડો પણ ઉભો હતો. જેમાં વીવીધ સાઈઝના કેરબા હતા. આથી પોલીસે પુછપરછ કરતા ટેન્કર ચાલક જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાંખર ગામના દિવ્યરાજસિંહ ગીરૂભા જાડેજાએ જણાવ્યુ કે, મારા સબંધી રાસ્કાના દશરથસિંહ સતુભા ઝાલા અને નટવરગઢના જયદીપ અજમલભાઈ કોઠારીયાને રૂપીયા 1300નું 20 લીટર ડીઝલ ભરી આપેલ છે. પોલીસે આ ત્રણેય ઉપરાંત રાસ્કાના સંજય જેરામભાઈ તાવીયાને ઝડપી લીધા હતા. જયારે 14 હજાર લીટર ડીઝલ, 10 હજાર લીટર પેટ્રોલ, 4 મોબાઈલ, ટેન્કર, છકડો, રિક્ષા અને બાઈક મળી કુલ 34,50,592નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય સામે ફરિયાદ નોંધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *