મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોકરોચ જનતા પાર્ટી ફરી દિલ્હી કૂચ કરશે; સુરતમાં ફિશ માર્કેટને 'નરેન્દ્ર મોદી'નું નામ અપાતા વિવાદ, ખાંડ ઉત્પાદકો બોલ્યા- ખાંડ સસ્તી થશે

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

નમસ્તે, કોકરોચ જનતા પાર્ટી ફરી એકવાર દિલ્હીમાં માર્ચ કરશે. 5 સપ્ટેમ્બરે આ માર્ચ કાઢવામાં આવશે. દેશમાં વધતી ખાંડની કિંમતો વચ્ચે આના ભાવ ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીએ વર્તમાન મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી પર આરોપ લગાવ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર RSS પ્રમુખ મોહન ભાગવત અમેરિકા, કેનેડા, બ્રિટનની યાત્રાએ જશે. 📰 કાલના મોટા સમાચારો 1. 5 સપ્ટેમ્બરે દિલ્હી માર્ચ!:કોકરોચ જનતા પાર્ટી ફરી સરકાર સામે પડશે, કહ્યું- કરેલા વાયદા હજી પૂરા ન કરતા Gen-Z વિફર્યા, ધીરજને નબળાઈ ન સમજો કોકરોચ જનતા પાર્ટી 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં વિરોધ માર્ચ કાઢશે. પાર્ટીનો આરોપ છે કે કેન્દ્ર સરકારે 25 જુલાઈએ યુવાનો સાથે કરેલા વાયદા પૂરા કર્યા નથી. આ જ વાયદાઓના ભરોસે જંતર-મંતરનો દેખાવ પાછો ખેંચવામાં આવ્યો હતો. માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય સુધી જશે. તેમાં એવા વિદ્યાર્થીઓના પરિવારજનો પણ સામેલ થશે, જેમણે NEET પેપર લીક થયા બાદ આત્મહત્યા કરી હતી. આ પહેલા CJPએ 20 જુલાઈએ પણ જંતર-મંતરથી સંસદ સુધી માર્ચ કાઢી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. દેશમાં ખાંડની અછત નથી, જલ્દી કિંમતો ઘટશે:ISMAએ કહ્યું- તહેવારો માટે પૂરતો સ્ટોક; સરકારે 10 લાખ ટન આયાતને મંજૂરી આપી હતી
સમગ્ર દેશમાં ખાંડના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા વચ્ચે ઉદ્યોગ સંસ્થા ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)એ સ્થિતિ સ્પષ્ટ કરી છે. ISMAએ સોમવારે જણાવ્યું હતું કે દેશમાં ખાંડની કોઈ અછત નથી અને આગામી દિવસોમાં છૂટક બજારોમાં ભાવ ઘટવાની અપેક્ષા છે. છેલ્લા એક મહિનામાં ખાંડ 20%થી વધુ મોંઘી થઈને ₹56થી ₹60 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ પછી સરકારે રાહત આપવા માટે ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. મમતા બોલ્યા- રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લઉં:ભાજપને હાંસિયામાં ધકેલી ન દઉં ત્યાં સુધી હું અટકીશ નહીં, વસતી ગણતરીને NRC લાગુ કરવાનો પ્રયાસ ગણાવ્યો
ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે. ભાજપને હાંસિયામાં ધકેલી દે ત્યાં સુધી તેઓ અટકશે નહીં. માત્ર ચાર મહિનામાં જ બંગાળના લોકોને ભાજપનો અસલી ચહેરો સમજાઈ ગયો. મમતાએ ફેસબુક લાઇવમાં કહ્યું કે વસતી ગણતરીની પ્રક્રિયા નેશનલ સિટીઝન રજિસ્ટર (NRC) લાગુ કરવાનો પ્રયાસ છે, જેને રાજકીય પક્ષોની સલાહ લીધા વિના લાગુ કરવામાં આવ્યો છે. NRCનો હેતુ ભારતીય નાગરિકોનું સત્તાવાર રજિસ્ટર તૈયાર કરવાનો છે. જોકે, સરકાર તેને અત્યાર સુધી લાગુ કરી શકી નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. દિલ્હી-NCRમાં ભારે વરસાદ, 25 ફ્લાઈટ્સ રદ:MP-UPમાં પૂર જેવી સ્થિતિ, વારાણસીમાં પોલીસ ચોકી ડૂબી; છત્તીસગઢમાં મહિલા પર વીજળી પડી
દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં સોમવારે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પરથી 15 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 25 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને 380 મોડી છે. યુપીના 19 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. પ્રયાગરાજના દારાગંજ ઘાટનું સ્મશાન ડૂબી ગયું છે, જેના કારણે રસ્તાઓ પર અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ઈરાન હોર્મુઝમાં જહાજો પાસેથી ટોલ વસૂલશે, સંસદની મંજૂરી:રિયાલ અને પસંદગીની કરન્સીમાં પેમેન્ટ લેશે; બદલામાં સુરક્ષા અને વીમો આપશે
રાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ એટલે કે ફી લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, જે દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી હશે, તેમની પાસેથી દરિયાઈ સેવાઓના બદલામાં શુલ્ક લેવામાં આવશે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા હસન કાશકવી અનુસાર, ફીના બદલામાં દરિયાઈ સેવાઓ, સુરક્ષા અને વીમા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. તાંત્રિકવિધિના બહાને ફસાવી ધર્મપરિવર્તન, VIDEO:પ્રેગ્નેન્સીમાં પણ રેપ કરતાં, ધમકી આપી HCમાંથી ફરિયાદ પાછી ખેંચાવડાવી, પતિના મિત્ર અખ્તરશા સહિત 4 સામે ફરિયાદ
બનાસકાંઠા જિલ્લામાં તાંત્રિક વિધિના બહાને એક પરિણીત મહિલાને તેના પ્રેમીએ પોતાની જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ધાનેરા પોલીસ મથકે પેગિયા ગામની 30 વર્ષીય પરિણીત અને હાલ પાંચ મહિનાની ગર્ભવતી મહિલાએ તેના પ્રેમી સહિત ચાર શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતા વિવાદ:વેપારીએ કહ્યું- ‘માંસાહારી માર્કેટ પર PMનું નામ અયોગ્ય’, પ્રમુખ બોલ્યા- ‘વડાપ્રધાને માછીમારો માટે નોંધપાત્ર કામ કર્યું’
સુરતના નાનપુરા-લક્કડકોટમાં રૂ. 3.90 કરોડના ખર્ચે નવનિર્મિત ફિશ માર્કેટનું કોઈપણ ઠરાવ વગર જ ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામ આપી દેવાતા વિવાદ થયો છે. ફિશ માર્કેટના એક વેપારીએ કહ્યું કે, વડાપ્રધાન શુદ્ધ શાકાહારી છે તો આ માર્કેટ સાથે તેનું નામ જોડવું યોગ્ય નથી. જ્યારે માર્કેટના અધ્યક્ષે કહ્યું કે, PMએ માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું અને કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. જેથી માર્કેટ પર તેમના નામને લઈ વિવાદ કરવો યોગ્ય નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ 200 કાવડિયાના ગ્રુપમાં ઘૂસી સ્કોર્પિયો, 26ને કચડ્યા:ઇન્દોર નજીક ટોળાએ કારમાં આગ લગાડી; ડ્રાઈવરનો પીછો કરીને પકડ્યો, 3 ઇન્દોર રિફર (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ ગિનીમાં કચરાનો પહાડ ધસી પડ્યો, 30ના મોત:6 લોકો ઘાયલ; ભારે વરસાદ બાદ બચાવ અભિયાન ચાલુ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ યોગીએ કહ્યું- દેશને કોસવો રાહુલ પોતાનો અધિકાર સમજે છે:અર્બન નક્સલવાદીઓના હાથે દેશને બરબાદ કરવા માંગે છે, મનુસ્મૃતિ સમજવા માટે અથર્વવેદ વાંચો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ જાપાનમાં 6.0 તીવ્રતાનો બીજો ભૂકંપ:ટોક્યો નજીક આવેલા આંચકાઓમાં 40+ લોકો ઘાયલ થયા હતા; આગામી 7 દિવસ સુધી ફરી ભૂકંપની ચેતવણી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ બેંક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરે હડતાળ:અઠવાડિયામાં 5 દિવસ કામને મંજૂરી મળે અને નવી PLI સ્કીમના વિરોધમાં પ્રદર્શન, 12-13 સપ્ટેમ્બરે પણ બેંકો બંધ રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ કોલંબોમાં માથા અથડાવા પર જયસ્વાલ-ફર્નાન્ડોની 25% ફી કપાઈ:યશસ્વી બોલ્ડ થયા પછી બંને વચ્ચે બોડી કોન્ટેક્ટ થયો હતો; 1-1 ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મ દર્શનઃ એક ક્ષણનો અહંકાર વર્ષોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડશે!:દક્ષ પ્રજાપતિએ ભોળાનાથનું અપમાન કર્યું, ક્રોધિત નંદીજીએ શાપ આપ્યો; જાણો કથા (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રોબોટ બન્યો સેન્ડવિચ શોપમાં ચીફ ગેસ્ટ
ઉજ્જૈનમાં એક સેન્ડવિચ શોપનું ઉદ્ઘાટન હ્યુમનોઇડ રોબોટે કર્યું. રોબોટની રેડ કાર્પેટ પર એન્ટ્રી થઈ અને તિલક લગાવીને ફૂલોની માળાથી સ્વાગત થયું. આ પછી રોબોટે ગમછો પહેરીને ડાન્સ કર્યો, જેને જોઈને લોકો તાળીઓ પાડવા લાગ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બ્રિટનમાં મુસ્લિમો મોટો પડકાર:પાકિસ્તાનીઓએ અડધી રાત્રે લંડન માથે લીધું, 1400 સગીરાની જિંદગી બગડી, કટ્ટરવાદ અને વસતી વિસ્ફોટથી કલ્ચરલ બોમ્બ ફુટ્યો 2. ‘પોતાના સ્વાર્થ માટે ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવ્યું’:આનંદીબેન પરના પુસ્તકમાં રાજકીય ધડાકાથી BJP ભીંસમાં, કહ્યું- જેણે લખ્યું તેને ખબર હશે 3. 4 પત્નીઓ, પડદો, તલાક અને નમાજના નિયમો કેમ બનાવ્યા:પૈગંબર મોહમ્મદના જન્મદિવસે જાણો, કેવી રીતે તેઓ પોતાના સમયથી આગળ હતા 4. આજનું એક્સપ્લેનર:શું H1N1 વાયરસ કોવિડ જેટલો ખતરનાક છે; ભારતમાં 13 હજારથી વધુ કેસ, સ્વાઈન ફ્લૂ સંબંધિત 6 મહત્વપૂર્ણ સવાલના જવાબ 5. IAS મેડમના નખરાથી મિનિસ્ટર કંટાળ્યા:’એક થાંભલાના સરકાર 80 લાખ આપે છે’, મંત્રીજીએ ગપ્પુ મારતા પબ્લિકે જાહેરમાં શરમાવ્યા, અધિકારીએ છાનામાના કાનમાં કહ્યું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ અને કન્યા રાશિને સંતાન પ્રાપ્તિના સંકેત, સિંહ રાશિને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ (સંપૂર્ણ રાશિફળ વાંચો)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *