ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીને કરોડોનું આર્થિક નુકશાન પહોંચાડ્યું હોવાના આક્ષેપો થયા છે. નીરજા ગુપ્તાએ કુલપતિ તરીકે ચાર્જ સાંભળ્યા બાદ 10 જેટલા લોકોને UGCના નિયમ વિરુદ્ધ ડિરેક્ટર સહિતના પદ પર નોકરીએ રાખી કુલપતિના પગાર કરતા પણ વધુ પગાર ચૂકવી છુટા હાથે પૈસાની લ્હાણી કર્યાના આક્ષેપો થયા છે.. તેમજ કેન્દ્ર સરકારની 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ નીરજા ગુપ્તાના બેન્ક ખાતામાં ગયા બાદ હવે તેનો હિસાબ ન મળતા કોંગ્રેસ અને NSUI મેદાને આવી ગયું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ સાથે આજે NSUI અને કોંગ્રેસ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરવાનું છે. કુલપતિ રહેતા નિરજા ગુપ્તાએ દલા તરવાડીની નીતિ અપનાવ્યાના આક્ષેપ
ગુજરાત યુનિવર્સિટીને PMJVK હેઠળ મળેલી અંદાજે 40 કરોડની ગ્રાન્ટના ઉપયોગને લઈને પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો થયા છે. નીરજા ગુપ્તાએ પોતાને જ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કરી અને આ હોદ્દા માટે આશરે 4.20 લાખનું કુલપતિના પગારની સાથે સાથે વધારાનું મહેનતાણું મેળવ્યું હતું. તેમજ જે ખાતામાં ગ્રાન્ટ જમા થઈ તેમાંથી 9.84 લાખ તેમના જર્મનીમાં રહેતા પુત્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમાચાર પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં રજીસ્ટ્રારની પણ સંડોવણી? તેમજ 40 કરોડની ગ્રાન્ટમાંથી 50 ટકાથી વધુ રકમના ઉપયોગનો હિસાબ હજુ પણ મળી રહ્યો નથી. તેમજ નીરજા ગુપ્તાએ તેમની સત્તાનો દુરુપયોગ કરીને મળતિયાઓને 10 જેટલા હોદ્દા પર UGC ના નિયમ વિરુદ્ધ ડિરેક્ટર જેવા મહત્વના પદ સોંપી દીધા હોવાનું પણ સામે આવ્યું હતું. કુલપતિના પગાર કરતા પણ વધુ પગાર કેટલાક મળતિયાઓને ચૂકવી દેવામાં આવતા વિવાદ સર્જાયા બાદ હવે તમામ 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તપાસ કમિટીને સમગ્ર કૌભાંડની તપાસ સોંપવામાં આવી છે. જેથી તપાસ કમિટીના રિપોર્ટમાં ખોટી રીતે ભરાયો થઈ જશે તો તમામને ટર્મિનેટ કરવામાં આવશે અને વધુ રકમ ચુકવવામાં આવી છે તેની પણ વસૂલાત કરવામાં આવી શકે છે. આ સમાચાર પણ વાંચોઃ ગુજરાત યુનિ.માં પીએમના નામની યોજનાના 40 કરોડનો હિસાબ નથી મળતો કોંગ્રેસ અને NSUIની આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની માગ
કુલપતિ જેની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે તેને જ ગુજરાત યુનિવર્સિટીને આર્થિક નુકશાન પહોંચાડ્યું હોવાથી હવે NSUI અને કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજસિંહ ગોહિલ, પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી અને પાર્થિવરાજસિંહ કઠવાડિયાની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં NSUI ના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરવાના છે. NSUI અને કોંગ્રેસ દ્વારા નીરજા ગુપ્તા સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું પૂતળું સળગાવી અને નકલી નોટો ઉડાવશે. માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના સમયમાં થયેલા કથિત કૌભાંડનો મામલો:NSUI આજે પોલીસ ફરિયાદની માગ સાથે ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરશે
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
