BAPS મંદિરે યુવા પારાયણ યોજાઈ, યુવાનોને પ્રેરણા:નવસારીના આઠ યુવક મંડળોમાં ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાયો

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

નવસારીમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા યુવા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવકો અને હરિભક્તોએ ભાગ લીધો હતો, જ્યાં તેમને આશરો, સેવા અને તપની પ્રેરણા આપવામાં આવી હતી. BAPSની યુવા પ્રવૃત્તિનો પ્રારંભ 75 વર્ષ પહેલાં વિરલ સંત યોગીજી મહારાજે કર્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનમાં મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં આ યુવા પ્રવૃત્તિ એક વટવૃક્ષ બની છે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વિશ્વભરમાં BAPSની યુવા પ્રવૃત્તિ ગતિશીલ છે. દર અઠવાડિયે યોજાતી યુવા સભાઓમાં લાખો યુવક-યુવતીઓ અભ્યાસ, કારકિર્દી માર્ગદર્શન, સંસ્કાર અને સેવાની પ્રેરણા મેળવે છે. આ યુવાનો પવિત્ર જીવન જીવી રહ્યા છે અને આધ્યાત્મિક માર્ગે ચાલી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલા યુવા પારાયણ કાર્યક્રમ અંતર્ગત, નવસારીમાં કાર્યરત આઠ યુવક મંડળોમાં ત્રણ-ત્રણ દિવસ માટે પારાયણનું આયોજન થયું હતું. આ કાર્યક્રમોમાં પ્રવચન, સંવાદ, ગોષ્ઠિ અને ડેબિટ જેવા વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. આ યુવા પારાયણની એક ઝલક BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. વિશેષ સેવા અને પ્રસ્તુતિ કરનાર તમામ યુવકોને સંતો દ્વારા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *