બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાયોના વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી હતી. પોલીસકર્મીઓ તેમની વ્યસ્ત નોકરીના કારણે રક્ષાબંધન જેવા તહેવારે પોતાની બહેનો પાસે રાખડી બંધાવી શકતા નથી. આ સંજોગોમાં, શાળાની વિદ્યાર્થિનીઓએ આ પહેલ કરી હતી. વિદ્યાર્થિનીઓએ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.
બોટાદ પોલીસ સ્ટેશને રક્ષાબંધનની ઉજવણી કરાઈ:શાયોના વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પોલીસકર્મીઓને રાખડી બાંધી
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
