મહેસાણા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ શૈક્ષણિક પ્રશ્નો અને અટકેલી શિષ્યવૃત્તિની ચુકવણી ઝડપી કરવા અંગે એક વિરોધ રેલીનું આયોજન કરી મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની રકમ મળી નથી
આ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાત રાજ્યની વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC, ST, SEBC, EWS તથા અન્ય પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે. પરંતુ શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી MYSY, CMSS તેમજ આદિજાતિ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ હેઠળની પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની રકમ સમયસર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ નથી. લાંબા સમયથી વેરિફિકેશન કે મંજૂરીની પ્રક્રિયામાં પેન્ડિંગ
આ ઉપરાંત, અનેક વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી વેરિફિકેશન કે મંજૂરીની પ્રક્રિયામાં પેન્ડિંગ પડી છે. કેટલાંક કિસ્સાઓમાં બેંક ખાતા, DBT, આધાર/NPCI લિંકિંગ કે સંસ્થાકીય ચકાસણી જેવા ટેકનિકલ અને વહીવટી કારણોસર ચુકવણી અટકી પડી હોવાનું સામે આવ્યું છે. શિષ્યવૃત્તિ ન મળવાના કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને કોલેજ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ પહોંચી વળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને વાલીઓ પર પણ આર્થિક બોજ વધી રહ્યો છે. ABVP સંગઠનના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદન આપ્યું
આ સંજોગોમાં ABVP દ્વારા માંગ કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિશેષ કાર્યવાહી હાથ ધરીને બાકી રહેલી સ્કોલરશિપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં તાત્કાલિક ધોરણે જમા કરવામાં આવે અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે. આવેદનપત્ર આપતી વખતે ABVP સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિષ્યવૃત્તિ મુદ્દે ABVPની વિરોધ રેલી:મહેસાણામાં ABVPએ વિદ્યાર્થીઓની અટકેલી શિક્યવૃત્તિ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
