Vadodara: ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં 31 ઓગસ્ટે સજા સંભળાવાશે, સરકારી વકીલે માગી ફાંસીની સજા

📅 Published: August 25, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેર અને સમગ્ર રાજ્યને હચમચાવી મુકનારા ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં કાનૂની કાર્યવાહી તેના અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. અગાઉ કોર્ટે તમામ 5 આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે સજાની મુદત પર અદાલતમાં મહત્વપૂર્ણ અને આખરી દલીલો હાથ ધરવામાં આવી હતી.

ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં કાનૂની કાર્યવાહી

અદાલતી કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે આ ગુનાને અત્યંત હીન અને સમાજ માટે કલંકરૂપ ગણાવ્યો હતો. સરકારી વકીલે અદાલત સમક્ષ આક્રમક દલીલો કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના રાક્ષસી કૃત્યથી સમાજમાં ભયનો માહોલ પેદા થાય છે. આથી દોષિતો પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા દાખવ્યા વિના તેમને કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા અથવા તો જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવામાં આવે. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જેલમાં બંધ તમામ 5 દોષિત આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ (VC) ના માધ્યમથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

 31 ઓગસ્ટના રોજ કોર્ટ સજા સંભળાવાશે

બન્ને પક્ષો (સરકાર પક્ષ અને બચાવ પક્ષ) ની સજા સંદર્ભેની તમામ દલીલો અને કાનૂની દસ્તાવેજોની સુનાવણી પૂરી થઈ ગઈ છે. વડોદરા અદાલતે તમામ પાંચેય દોષિતોને સજા સંભળાવવા માટે આગામી 31 ઓગસ્ટ ની તારીખ મુકરર કરી છે. સમગ્ર વડોદરા અને રાજ્યભરના નાગરિકોની નજર હવે 31 ઓગસ્ટના રોજ અદાલત દ્વારા આપવામાં આવનારા આખરી સજાના હુકમ પર ટકેલી છે.

આ પણ વાંચો: Vav-Tharad: લાખણીના વાસણા નજીક સુજલામ સુફલામ કેનાલમાં પાણી માટે ખેડૂતોનો ઢોલ વગાડી અનોખો વિરોધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *