ગઢડામાં છકડો રિક્ષાથી મિક્સર છૂટું પડ્યું:રોડ પર બેકાબૂ દોડ્યું, મોટી દુર્ઘટના ટળી, CCTVમાં કેદ

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

ગઢડાના અડતાળા રોડ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. એક છકડો રિક્ષામાંથી સ્લેબ ભરવાનું મિક્સર છૂટું પડીને રોડ પર બેકાબૂ થઈને દોડવા લાગ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રમિકો સ્લેબ ભરવાના મિક્સરને છકડો રીક્ષા સાથે બાંધીને અડતાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક મિક્સર રીક્ષાથી અલગ થઈ ગયું અને રોડ પર આગળ વધવા લાગ્યું. મિક્સરને રોડ પર બેકાબૂ દોડતું જોઈને રિક્ષાચાલક તેની પાછળ દોડ્યો હતો. સદનસીબે, તે સમયે સામેથી કોઈ વાહન આવી રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. અંતે, બેકાબૂ બનેલું મિક્સર રોડની બાજુમાં આવેલી એક દિવાલ સાથે અથડાયું હતું. આ ઘટનામાં ત્યાં પાર્ક કરાયેલા એક બાઈકને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *