પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડીઆરએમના નેતૃત્વ હેઠળ રચાયેલી રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચન પર ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ખોરાકની હલકી ગુણવત્તા અને અસ્વચ્છતા અંગેની ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં બેઝ કિચનને રૂ. 5 લાખનો દંડ ફટકારી સીલ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ વિજિલન્સ ટીમે ખાદ્યપદાર્થોના સેમ્પલ પણ એકત્ર કર્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરાશે
રેલવેમાં મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે હેતુથી વહીવટીતંત્રે આ કડક પગલું ભર્યું છે. તપાસ ટીમે બેઝ કિચન પરિસરમાં ખાદ્ય સામગ્રી અને તેની સુરક્ષાના ધોરણોનું પાલન ન થતું હોવાનું નોંધ્યું હતું. રેલવે વહીવટીતંત્રે આ મામલે સ્પષ્ટ કર્યું છે કે, મુસાફરોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને આરોગ્યપ્રદતા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં. ખાદ્યપદાર્થોના નિયમો અને ધોરણોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનને 5 લાખનો દંડ, સીલ કરાયું:રેલવે ફૂડ વિજિલન્સે ચેકીંગ કરતા ગુણવત્તા અને સ્વચ્છતા ન હોવાથી કાર્યવાહી
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
