ધોળકા ગ્રામ્યમાં કેમિકલયુક્ત પાણીના પ્રશ્નની સમીક્ષા

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

ધોળકા તાલુકાના બદરખા, ચલોડા તથા ભેટાવાડા ગામે વરસાદી પાણીના કાયમી નિકાલ, ભેટાવાડા તથા આજુબાજુના ગામોમાં કેમિકલયુક્ત પાણીના નિકાલ અને કેમિકલયુક્ત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે તાત્કાલિક પગલા લેવા, અસરગ્રસ્ત પરિવારોને સહાય અને જરૂરી રાહત કામગીરી અંગે ધોળકા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભેટાવાડા સહિત ત્રાંસદ, નેસડા, પાલડી, આંબારેલી સહિત આસપાસના ગામોમાં કેમિકલયુક્ત પાણીના કારણે ગ્રામજનોના આરોગ્ય તથા ખેડૂતોને થઈ રહેલા નુકસાન અંગે પણ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કેમિકલયુક્ત પાણીના કારણે ચામડી સહિતના ગંભીર રોગોનું જોખમ અને ખેડૂતોની જમીનની ફ્ળદ્રુપતા પર થઈ રહેલી વિપરીત અસરને ધ્યાનમાં લઈ, આ સમગ્ર મામલે તાત્કાલિક જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવા અને કેમિકલયુક્ત પાણી બંધ થાય તે માટે નક્કર પગલા લેવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. જે પણ ઔદ્યોગિક એકમો દ્વારા નિયમો વિરુદ્ધ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું જણાય, તેમની સામે કડક કાર્યવાહી કરી પર્યાવરણ અને ગ્રામજનોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લેવા તથા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ ધારાસભ્ય સમક્ષ રજૂ કરવા પણ સ્પષ્ટ સૂચના આપી હતી.

આ ઉપરાંત ભેટાવાડા, ચલોડા તથા બદરખા સહિતના ગામોમાં અસરગ્રસ્ત દુકાનદારો, વેપારીઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને કપડાં સહિતની સહાય મળી રહે તે માટે તલાટીઓ સાથે સંકલન કરી સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા TDOને સૂચના આપી હતી. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં પ્રાપ્ત થયેલા 110 મકાન સહાયના

ફોર્મનો ઝડપી નિકાલ કરી સહાય પહોંચાડવા, તેમજ જરૂરિયાતમંદ પરિવારોને કપડાં અને ઘરવખરીની સહાય તાત્કાલિક ચૂકવવા માટે સંબંધિત અધિકારીઓને પણ સૂચના આપી હતી.

અસરગ્રસ્ત નાગરિકોને રાહત અને સહાય પહોંચાડવામાં કોઈ વિલંબ ન થાય તથા દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી વહીવટી તંત્રની મદદ પહોંચે તે માટે તમામ વિભાગોને સંકલિત રીતે કામગીરી કરવા માટે જણાવ્યું હતું. બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, TDO, પાલિકાના અધિકારીઓ, સિંચાઈ વિભાગ, R&B સ્ટેટ તથા પંચાયત વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *