ઈદ-એ-મિલાદની જૂનાગઢમાં ભવ્ય ઉજવણી:ઘાંચીપટમાં સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજે એકબીજાને શુભકામનાઓ પાઠવી, પદ્મશ્રી હાજીભાઈ રમકડું સહિત અગ્રણીઓનું સન્માન

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

આજે 26 ઓગસ્ટે દેશભરમાં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન એટલે કે જશ્ને ઈદ-એ-મિલાદુન્નબીની શ્રદ્ધા, ભક્તિ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ અનોખો અને અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના ઘાંચીપટ વિસ્તારમાં ખસરે ખ્વાજા એપાર્ટમેન્ટમાં સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા ઈદ-એ-મિલાદના આ પ્રસંગે એક અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદ નિમિતે વિશેષ દુઆઓ
સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજના અગ્રણી ઈકબાલભાઈ અમરેલિયાના હસ્તે તમામ ઉપસ્થિત લોકોની હર્ષોલ્લાસ અને તાલીઓના ગડગડાટ વચ્ચે કેક કટિંગ કરવામાં આવ્યું હતું. કેક કાપ્યા બાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ અને મહેમાનો માટે વિશેષ રૂપે મહાપ્રસાદ અને ન્યાઝનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજની ઉન્નતિ, વિકાસ તેમજ સમગ્ર દેશમાં પરસ્પર ભાઈચારો, પ્રેમ, કોમી એકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત જળવાઈ રહે તે માટે ભાવુક હૃદયે વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી. ​પદ્મશ્રી હાજી રમકડુંનું સન્માન
આજના આ ગૌરવશાળી આયોજન દરમિયાન સમાજ માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર વિશેષ મહાનુભાવોનું વિશેષ બહુમાન કરવાનો એક યાદગાર ક્ષણ યોજાયો હતો. જેમાં મુસ્લિમ સમાજનું દેશભરમાં ગૌરવ વધારનાર અને ઢોલક વાદન ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત પદ્મશ્રી હાજીભાઈ રમકડુંનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૈયદ સમાજના પ્રમુખ એજાજ બાપુ ચિસ્તી, અમાર બખાઈ, સોહેલ સિદ્દીકી તેમજ સમાજની દિવસ-રાત સેવા કરતા વિવિધ સામાજિક કાર્યકરોનું શાલ અને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજે એકબીજાને ઈદ-એ-મિલાદની દેશી અને પરંપરાગત શૈલીમાં મુબારકબાદી અને શુભકામનાઓ પાઠવી હતી. ‘તમામ લોકો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે’
​સમાજના અગ્રણી સબ્બીર અમરેલીયાએ જણાવ્યું હતું કે, આજે જશ્ને ઈદ-મિલાદુન્નબીના આ પવિત્ર દિવસે સમાજના તમામ લોકો એકજૂટ થઈને ઉત્સવ મનાવી રહ્યા છે. તેમણે સોરઠિયા મુસ્લિમ ઘાંચી સમાજ, સૈયદ સમાજના સદાતે કિરામ, સામાજિક કાર્યકરો, સમાજના પ્રમુખો, વિવિધ સંગઠનોના આગેવાનોનો આભાર માન્યો હતો. સબ્બીરભાઈએ અલ્લાહ પાસે દુઆ કરી હતી કે આ પવિત્ર મોકા પર અલ્લાહ આપણા સમગ્ર સમાજને ખૂબ પ્રગતિ, ઉન્નતિ, સન્મતિ અને ભાઈચારાની શક્તિ પ્રદાન કરે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *