અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ₹22.80 લાખની ચોરી થઈ છે. મોડી રાતે મકાનની દીવાલ કૂદી ચોર પ્રવેશ્યા હતા. ઘરમાં ડાઇનિંગ ટેબલ પર બેસી ચર્ચા કરી હતી. તિજોરીનું લોક તોડી દાગીના-રોકડ સહિત 22.80 લાખની ચોરી કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પાલડી પોલીસે ગુનો દાખલ કર્યો. સોના-ચાંદીના દાગીના સહિત 22.80 લાખની ચોરી
પાલડીની પાર્શ્વનગર સોસાયટીમાં હિતેશ શાહ રહે છે. તેઓ ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવે છે. તેમનો પાર્શ્વનગરની સામે બીજો એક ફ્લેટ પણ છે. 25 ઓગસ્ટે હિતેશભાઈ પાર્શ્વનગરના મકાને ગયા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના સહિત 22.80 લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ડાઇનિંગ ટેબલ પર ચર્ચા કર્યા બાદ ચોરી કરી
હિતેશભાઈએ સીસીટીવી ચેક કરતા મકાનની દીવાલ કૂદી બે ચોર બંગલામાં ઘૂસ્યા હતા. બંને ચોર લોખંડની ગ્રીલ તોડીને મકાનની અંદર પ્રવેશ્યા હતા. અલગ અલગ રૂમમાં સામાન તપાસ્યો હતો. આ ચોરોએ ડાઈનિંગ ટેબલ ઉપર બેસી ચર્ચા પણ કરી હતી. બાદ અલગ અલગ રૂમમાંથી લાખોની મતાની ચોરી કરી હતી. આ અંગે હિતેશભાઈએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પાલડીમાં મોડી રાત્રે મકાનમાંથી 22 લાખની ચોરી, CCTV:બંગલાની દીવાલ કૂદી અંદર ઘૂસ્યા, ડાઇનિંગ ટેબલ પર બેઠા; તિજોરીનું લોક તોડી દાગીના-રોકડની ચોરી કરી
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
