West Bengal : શંકાસ્પદ આતંકી ગતિવિધિઓ કરનારા રાણા રાઉફ સહિત 4 આરોપીને 14 દિવસની કસ્ટડી બાદ કોર્ટમાં હાજર કરાયા

📅 Published: August 26, 2026 | 📂 Category: India National

પશ્ચિમ બંગાળમાં શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓને લઈને રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની કાર્યવાહી બાદ રાણા રાઉફ સહિત ચાર આરોપીઓને બારાસત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 14 દિવસની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને આજે બારાસત જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

રાણા રાઉફ અગાઉ નેપાળ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો

STFએ રાણા રાઉફને ઉત્તર 24 પરગણા જિલ્લાના હાબરા વિસ્તારમાં ચોંગડા મોર નજીકથી ઝડપી પાડ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, રાણા રાઉફ અગાઉ નેપાળ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો અને અનેક વખત ભારત-નેપાળ માર્ગનો ઉપયોગ કર્યો હોવાની શંકા છે. અધિકારીઓ હવે તેની હિલચાલ, સંપર્કો અને ભારતમાં તેની ગતિવિધિઓ અંગે તપાસ કરી રહ્યા છે. 

મદદ કરવાના આરોપમાં વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી

STFના જણાવ્યા મુજબ, રાણા રાઉફને કોલકાતાથી બાંગ્લાદેશ તરફ જવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ માહિતી સામે આવી હતી. ત્યારબાદ આતંકવાદીઓને કથિત રીતે મદદ કરવાના આરોપમાં વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં રાણા રાઉફ પાસેથી કથિત રીતે ભારતીય ઓળખ દસ્તાવેજો મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 

અધિકારીઓ તેની સંભવિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેની કડી અને સંવેદનશીલ સ્થળો તથા સૈન્ય સંબંધિત માહિતી એકત્ર કરવાની શંકાની પણ તપાસ કરી રહ્યા છે. હવે STF દ્વારા આરોપીઓના સંપર્કો, દસ્તાવેજો, મુસાફરી અને સંભવિત નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે કોર્ટની કાર્યવાહી અને તપાસ આગળ વધ્યા બાદ વધુ વિગતો બહાર આવી શકે છે.

આ પણ વાંચો : Madhya Pradesh: કૂનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં ફરી ગુમ થઈ માદા ચિત્તા ‘નીરવા’? નથી મળી રહ્યું લોકેશન કે નથી મળી રહ્યું સેટેલાઇટ સિગ્નલ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *