Suratમાં પ્રેમનું કરુણ અંજામ! 19 વર્ષીય પ્રેમિકાને હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર

📅 Published: August 26, 2026 | 📂 Category: Surat

સુરતમાં એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં 45 વર્ષીય આધેડ પ્રેમી પોતાની 19 વર્ષીય પ્રેમિકાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકીને ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કમનસીબ યુવતીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનથી પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યાનો પરિવારનો આક્ષેપ

મૃતક યુવતીના પરિવારજનોએ દિલીપ નામના 45 વર્ષીય આધેડ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, આરોપી દિલીપે 19 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. યુવતીની તબિયત બિગડતાં તેણે હોસ્પિટલમાં દાખલ કરી પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલ્યા હતા અને ત્યારબાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો.

રાજસ્થાન પોલીસ સુરત પહોંચી, આરોપી સામે કડક પગલાંની માંગ

યુવતીના મોતના સમાચાર મળતાં જ તેના પરિજનો તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી રાજસ્થાન પોલીસની ટીમ પણ તપાસ અર્થે સુરત આવી પહોંચી છે. પરિવારે આરોપી દિલીપ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ફરાર પ્રેમીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Bhavnagar News : ગગનદીપ ગંભીરનું મોટું નિવેદન, ભાવનગરમાં ઈન્ક્વાયરી પૂરી, હવે રિપોર્ટ આધારે લેવાશે ચોક્કસ પગલાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *