નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે. નેપાળી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે જે ગ્લેશિયલ તળાવ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું, ત્યાં હજુ પણ લગભગ 7 મીટર ઊંચો પાણીનો બંધ બનેલો છે. તે ગમે ત્યારે તૂટી શકે છે.
નેપાળમાં આવેલા પૂરની 7 તસવીરો નેપાળના ત્રિસુલી બજારમાં બુધવારે સવારે 9 વાગ્યે અચાનક નદીમાં પૂર આવ્યું. તિબેટથી આવેલું પૂરનું પાણી નેપાળના રસૂવા જિલ્લામાં ઘૂસ્યું તો આસપાસના વૃક્ષોને પોતાની ઝપેટમાં લઈ લીધા. રસૂવામાં પૂરના કારણે એક પુલ પણ તણાઈ ગયો. ઘણા ઘરો પણ પૂરની ઝપેટમાં આવીને તબાહ થઈ ગયા છે. રસુવા જિલ્લાની ખીણ સાથે જોડાયેલા ગામો સંપૂર્ણપણે પૂરની ઝપેટમાં આવી ગયા છે. રસુવામાં એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ તણાઈ ગયો. નેપાળમાં પૂરના કારણે રસ્તાઓ અને પુલ તણાઈ ગયા. પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
નેપાળમાં પૂરથી તબાહી, 1000 ગુમ, 100 મોત:પાવર પ્લાન્ટ-પુલ તણાયા; 133 ભારતીયો ગુમ, કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહ્યા હતા
📅 Published: August 26, 2026 |
📂 Category: International
