Vadodara: અકોટામાં હરસ-મસા અને ગુપ્ત રોગની પ્રેક્ટિસ કરતાં બોગસ ડૉકટરની ધરપકડ

📅 Published: August 26, 2026 | 📂 Category: Baroda

શહેરના અકોટા ગામ ગાર્ડન પાસે છેલ્લાં 16 વર્ષથી પ્રોમિલા ક્લિનિક નામથી દવાખાનું ચલાવીને હરસ, મસા અને ભગંદર તથા ગુપ્ત રોગની ટ્રીટમેન્ટ કરતાં એક બોગસ ડૉકટરની એલ.સી.બી. ઝોન 2ની ટીમે ધરપકડ કરી છે. પોલીસની ટીમે ગઈકાલે મંગળવારે બપોરે ક્લિનિક ઉપર દરોડો પાડયો હતો અને ટેબ્લેટસ, ઈન્જેક્શન જેવી એલોપેથી મેડિસિનનો જથ્થો ઝડપી પાડયો હતો. સ્લમ વિસ્તારમાં ક્લિનિક ચલાવીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતો નકલી ડૉકટર મૂળ પિૃમ બંગાળનો વતની છે અને ધોરણ 10 સુધી ભણેલો છે. પિૃમ બંગાળના વતનમાં એક ડૉકટરના દવાખાને કંપાઉન્ડર તરીકે ફરજ બજાવતો ત્યાં પ્રાથમિક સારવારનો અનુભવ મેળવીને વડોદરામાં દવાખાનું શરૂ કર્યું હતું. અકોટા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

શહેરના અકોટા ગામ વિવાન્તા હોટલથી આગળ અકોટા દાંડિયા બજાર બ્રિજ તરફ જવાના રસ્તે ગાર્ડન પાસે મહંમદ વાડીમાં રહેતો બિશ્વજીત પ્રફુલ્લા હાલદાર ડૉકટર નથી તેમજ મેડિકલની કોઈ ડિગ્રી ધરાવતો નથી આમ છતાં તેના ઘર પાસે પ્રોમિલા ક્લિનિક નામનું દવાખાનું ચલાવે છે. તેવી ગઈકાલે મંગળવારે બપોરે એલ.સી.બી. ઝોન 2ની ટીમને માહિતી સાંપડી હતી. જે આધારે અકોટા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરના ડૉકટરને સાથે રાખીને બપોરના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો. ક્લિનિક બહાર બોર્ડ પર પ્રોમિલા ક્લિનિક ડૉ. બી હાલદાર BIAMS, લખ્યું હતું અને હરસ, મસા, આંતરગાંઠ ,ગુપ્તરોગની સારવાર એમ ગુજરાતી ભાષામાં લખ્યું હતું. કાચની નાની ચેમ્બરમાં ડૉ. બિશ્વજીત પ્રફુલ્લા હાલદાર (ઉ.વ.45) બેઠા હતાં. ટેબલ ઉપર બ્લડ પ્રેશર માપવાનું સાધન અનેસ્ટેથોક્સોપ હતા.

પોલીસની રેઈડના કારણે બિશ્વજીત હાલદારના હોંશ ઉડી ગયા હતા. પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલ કર્યુ હતું કે તેની પાસે કોઈ ડિગ્રી નથી. અને પોતે ધો. 10 સુધી ભણેલો છે. અગાઉ પિૃમ બંગાળ ખાતે રહેતો હતો ત્યારે એક ડૉકટરના દવાખાનામાં કંપાઉન્ડર તરીકે કામ કરતો હતો. જ્યાંના અનુભવ પ્રમાણે 16 વર્ષથી ઉપરોક્ત સ્થળે દવાખાનું ચલાવીને સારવાર કરે છે. ક્લિનિકમાંથી સિરપ અને ઈન્જેક્શન તથા ટેબ્લેટસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. અકોટા પોલીસે બોગસ ડૉકટરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *