બોટાદ શહેરના શંકરપરા વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સાધુ-સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પ્રવીણભાઈ તોગડિયાએ દેશના ગામડે-ગામડે અને શહેરોમાં દર શનિવારે રાત્રે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આ પાઠ દ્વારા હિન્દુ સમાજને એકજૂથ અને સંગઠિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંમેલનમાં માહિતી આપવામાં આવી હતી કે બોટાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ 80થી વધુ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ યોજાય છે. દેશભરમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠની સંખ્યા 1 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં બોટાદમાં હિન્દુ સંમેલન:દેશભરમાં હનુમાન ચાલીસા પાઠ વધારવા અપીલ કરાઈ
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
