આજીડેમ કાંઠેથી મળેલી વૃદ્ધાની લાશનો ભેદ ઉકેલાયો:3 હત્યા કરી ચૂકેલા સાયકો રમેશે અપહરણ બાદ હવસ સંતોષી હત્યા કરી, 3 વર્ષની બાળકીના દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા થઈ હતી

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં આજીડેમના કાંઠેથી 21 ઓગસ્ટે મળેલી લાશ મામલે આજીડેમ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને રીઢા ગુનેગાર રમેશ વૈધુકિયાની ધરપકડ કરી છે. આરોપીએ હવસ સંતોષવાના ઈરાદે 77 વર્ષીય ભિક્ષુક મહિલાનું અપહરણ કરી તેમની સાથે મારપીટ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેમની કુરતાપૂર્વક હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આ સનસનાટીભર્યા ગુનાનો પર્દાફાશ કર્યો છે. અપહરણ કરી ઢોર માર માર્યા બાદ આચર્યું દુષ્કર્મ
પોલીસ તપાસ મુજબ, આરોપી રમેશ વૈધુકિયાએ આજીડેમ વિસ્તારમાંથી 19 ઓગસ્ટે વૃદ્ધાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે વૃદ્ધાને ધોકા અને અન્ય હથિયારો વડે ઢોર માર મારી અર્ધ બેભાન કરી દીધા હતા. વૃદ્ધાની લાચારીનો લાભ ઉઠાવી આરોપીએ તેમની સાથે હવસ સંતોષી હતી અને ત્યારબાદ તેમની હત્યા નીપજાવી મૃતદેહને આજીડેમ કાંઠે ફેંકી દીધો હતો. વૃદ્ધાના પરિવારે 20 ઓગસ્ટે પોલીસમાં ગુમ થયાની જાણ કરી અને 21 ઓગસ્ટે વૃદ્ધાના લાશ મળી હતી. આરોપી અગાઉ પણ 3-3 હત્યાઓ આચરી ચૂક્યો છે
આરોપી રમેશ સાયકો કિલર જેવી માનસિકતા ધરાવે છે અને તે અગાઉ પણ 3-3 હત્યાના ગુના આચરી ચૂક્યો છે. વર્ષ 2018માં પણ તેણે રાજકોટમાં જ 3 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. આ કેસમાં રાજકોટ સેશન કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, 2025માં હાઈકોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુક્યો હતો. હાલમાં આજીડેમ પોલીસે આરોપીને ઝપડી તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *