લાલપુર તાલુકાના હરીપર ગામમાં જાહેરમાં વરલી-મટકાનો જુગાર રમાડતા એક શખ્સને લાલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે હરીપર ગામના પાદરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 45 વર્ષીય દિનેશભાઈ જીણાભાઈ જાડેજા વરલી-મટકાના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ₹180, વરલી-મટકાનું સાહિત્ય અને એક બોલપેન કબજે કર્યા હતા. જાહેરમાં આંકડા લખી હારજીતનો જુગાર રમાડવામાં આવતો હોવાનું સામે આવતા, લાલપુર પોલીસે આરોપી દિનેશભાઈ જાડેજા વિરુદ્ધ જુગારધારા કલમ 12(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હરીપર ગામમાં વરલી-મટકાનો જુગાર ઝડપાયો:જાહેરમાં આંકડા લખી પૈસાની હારજીત કરાવતો એક શખ્સ પકડાયો
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
