પાટણમાં મહિલા મંડળે સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી:રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી, કીટનું વિતરણ કર્યું

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

પાટણમાં મહિલા મંડળ સંસ્થા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સફાઈ કર્મચારીઓનો આભાર માનવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સફાઈ કર્મચારી ભાઈઓને કુમકુમ તિલક કરી રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. આ સાથે જ, મીઠાઈ અને ફરસાણની કીટનું વિતરણ કરીને તેમનું સન્માન કરાયું હતું. મહિલા મંડળ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ શહેરના સફાઈ કર્મચારીઓ માટે રક્ષાબંધન પર્વનું આયોજન કરાયું હતું. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં દિવસ-રાત સેવા આપતા કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મીનાબેન પ્રજાપતિ, મંત્રી સંધ્યાબેન પ્રધાન તેમજ અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ શૈલેષભાઈ સોની અને મંત્રી સતિષભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કીટ વિતરણ માટે મુમતાજબેન મનસુરી દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો, જે બદલ સંસ્થા દ્વારા તેમનો અને ઉપસ્થિત અતિથિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મમતાબેન ખમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે આભાર વિધિ મમતાબેન ગાંધી દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે મહિલા મંડળની અન્ય સભ્ય બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *