શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ભાજપના ધારાસભ્યોએ પોલીસ કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી. ત્યારે પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક ડીસીપીએ બે ધારાસભ્ય સાથે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સ્થળ વિઝીટ કરી હતી. હાટકેશ્વર સર્કલ પાસે કેપ્સુલ પ્રકારની ડિઝાઈન યથાવત રાખવામાં આવશે. જ્યારે બાપુનગર શ્યામ શિખર ચાર રસ્તા પર કેપ્સુલનો ટ્રાયલ લેવામાં આવશે. જેમાં ચાર રસ્તા બંધ કરી અને બ્રિજના નીચેથી કટ ખોલી વાહનચાલકો માટે રોડ કરવામાં આવશે. હાટકેશ્વર સર્કલ પાસે 50 મીટરથી વળાંક
અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો.હસમુખ પટેલે જણાવ્યું હતું કે, હાટકેશ્વર સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા થતી હતી જેથી ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેટરો અને અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી અને સમસ્યા દૂર કરવા સર્કલની વચ્ચેનો રોડ બંધ કરીને બંને તરફ 50 મીટર આગળ વળાંક આપવામાં આવ્યો છે. જેથી ચાર રસ્તા તરફથી આવનારા તમામ વાહન ચાલકો ફરીને જઈ શકશે, જેનાથી કોઈ ટ્રાફિકની સમસ્યા થતી નથી. પૂર્વ ટ્રાફિક DCP નરેશ કણજારીયા અને સ્થાનિક બે કોર્પોરેટરો સાથે મળી ત્યાં વિઝીટ કરી હતી. ત્યારે કોઈ ટ્રાફિકની સમસ્યા સર્જાતી નથી જેથી હવે ત્યાં આ જ પ્રકારનું સર્કલ બનાવવા કોર્પોરેશનમાં જાણ કરવામાં આવશે. ધારાસભ્ય, કોર્પોરેટર, DCPએ સ્થળ વિઝીટ કરી
ભાજપના ધારાસભ્ય દ્વારા ટ્રાફિકની સમસ્યા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક DCP નરેશ કણજારીયા દ્વારા હાટકેશ્વર સર્કલ પર ધારાસભ્ય હસમુખ પટેલ અને અમરાઈવાડીના કોર્પોરેટર તેજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ રાકેશ સક્સેના સાથે સ્થળ વિઝીટ કરી હતી. જેમાં ક્યાંય પણ વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી નથી અને આરામથી વાહન ચાલકો નીકળી રહ્યા છે આ ડિઝાઇન ખૂબ સફળ બની છે. આ વિસ્તારમાં સાત રસ્તાઓ છે અને એસટી બસની પણ સતત અવરજવર થતી હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પિકઅવર્સ દરમિયાન ટ્રાફિકના જવાનો પણ રાખવામાં આવશે. CTM ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા નિરીક્ષણ
CTM ચાર રસ્તા એક્સપ્રેસવે નજીક પણ ટ્રાફિકની સમસ્યા સતત થતી હોવાના પગલે આ વિસ્તારમાં પણ ધારાસભ્યએ ટ્રાફિક ડીસીપી સાથે મળીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થળ વિઝીટ કરી હતી. એક્સપ્રેસવે નજીક 15 સોસાયટીઓના સ્થાનિક રહીશોને ત્યાંથી પસાર થવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે ખાસ કરી ખાનગી લક્ઝરી બસ અને વાહનો દ્વારા ટ્રાફિકજામ કરવામાં આવતો હોવાના પગલે પોલીસને સતત ત્યાં પોઈન્ટ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. રોડ ઉપર ટ્રાફિકજામ ન થાય તેના માટે જાણ કરી હતી. MLA કંચનબેન રાદડિયા અને DCP શ્યામ શિખર ચાર રસ્તા પર પહોંચ્યા
જ્યારે ઠક્કરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય કંચનબેન રાદડિયા દ્વારા બાપુનગર શ્યામ શિખર ચાર રસ્તા પાસે ખૂબ જ વધારે ટ્રાફિક થતો હોવાના પગલે DCP નરેશ કણજારીયા સાથે સ્થળ વિઝીટ કરી હતી. સાંજના સમયે ચાર રસ્તા ઉપર ખૂબ જ વધારે ટ્રાફિક થતો હોવાના પગલે ડીસીપી દ્વારા શ્યામ શિખરતા રસ્તા પર પણ અન્ય જગ્યાની જેમ કેપ્સુલ પ્રકારની ડિઝાઇનનો ટ્રાયલ રન લેવા માટે સજેશન આપવામાં આવ્યું હતું. કંચનબેન રાદડિયાએ પણ સતત મુવિગ ટ્રાફિક રહે તેના માટે આ ડિઝાઇનનો ટ્રાયલ રન લેવા કહ્યું હતું. વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ માટે કેપ્સુલ ડિઝાઈનનો ટ્રાયલ રન થશે
બાપુનગર શ્યામ શિખર ચાર રસ્તા પર કેપ્સુલ ડિઝાઇન બનાવવા ચાર રસ્તા બંધ કરવામાં આવશે. બ્રિજની નીચેના ભાગે જે જગ્યા છે તે ભાગ ખોલી અને વાહનચાલકો 50 મીટર આગળથી બ્રિજ નીચેથી વળી અને જઈ શકે તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવનાર છે. 10થી 15 દિવસ આ ટ્રાયલ રન લેવામાં આવી શકે છે ત્યારબાદ જો સફળતા મળશે તો બીજી જગ્યાની જેમ બાપુનગર શ્યામ શિખર ચાર રસ્તા પર પણ કેપ્સુલ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.
શહેરમાં મોટા ચાર રસ્તા બંધ કરવાની ફોર્મ્યુલા સફળ:હાટકેશ્વર ચાર રસ્તા પર સર્કલ નહીં કેપ્સુલ ડિઝાઈન બનશે, બાપુનગરમાં શ્યામ શિખર ચાર રસ્તા પર ટ્રાયલ રન લેવાશે
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
