સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવા બદલ વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દેવાતા વિવાદ વધુ વકર્યો છે. આ નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને મહિલા કાર્યકરોએ સુરતના મેયરના ઘર બહાર હોટફિક્સ વેસ્ટ પ્લાસ્ટિક કચરો ઠાલવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ હાથમાં “115 સીટની બહુમતી પછી સુરતને શું મળ્યું? કચરાના ઢગલાં” જેવા લખાણવાળા બોર્ડ અને પ્લેકાર્ડ સાથે શાસક પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જનતાના પ્રશ્નો દબાવી દેવાનો આરોપ
આપના મહિલા અગ્રણી પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં ખાડીપૂર અને સમગ્ર શહેરમાં ફેલાયેલા હોટફિક્સ કચરાના ઢગલાથી જનતા ત્રસ્ત છે. જ્યારે સામાન્ય સભામાં રચનાબેન, ધર્મેશભાઈ, અસ્મિતાબેન અને પંકજભાઈ જેવા કોર્પોરેટરો આ ગંભીર સમસ્યાઓ રજૂ કરવા ઊભા થયા ત્યારે તેમની વાત સાંભળવાને બદલે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. શાસકો બહુમતીના ઘમંડમાં લોકશાહી ઢબે પ્રજાનો અવાજ દબાવી રહ્યા છે. ટેક્સના નાણાંનો ભ્રષ્ટાચાર બંધ કરવા માગ
આપ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, સુરતને માત્ર કાગળ પર નંબર-૧ બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે વાસ્તવિકતામાં ગલીએ-ગલીએ કચરાના ઢગલા જોવા મળે છે. જનતાના પરસેવાના ટેક્સના નાણાં ભ્રષ્ટાચારમાં વાપરવાને બદલે શહેરની યોગ્ય સફાઈ અને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પાછળ ખર્ચવા જોઈએ. સમગ્ર સંગઠન રસ્તા પર ઉતરવાની ચીમકી
વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, હાલ માત્ર પદાધિકારીઓ પ્રતીક વિરોધ કરવા આવ્યા છે. જો તાત્કાલિક ધોરણે સમગ્ર શહેરમાંથી હોટફિક્સ કચરો દૂર કરવામાં નહીં આવે અને સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર સુરતનું સંગઠન અને સામાન્ય નાગરિકો સાથે મળીને વધુ આક્રમક આંદોલન કરશે.
સુરતમાં 'આપ'નો અનોખો વિરોધ:રોષે ભરાયેલા કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટફિક્સ કચરાના ઢગલા કર્યા; પ્રશ્નો ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
