PM Modi Khelo India Dialogue: આધુનિક સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ માટે સરકાર કટિબદ્ધ, સંવાદ કાર્યક્રમમાં બોલ્યા PM

📅 Published: August 27, 2026 | 📂 Category: India National

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે 1,500 થી વધુ સ્થળોએ યુવાનો અને રમતવીરો સાથે વર્ચ્યુઅલી વાર્તાલાપ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “મેં 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્ર સમક્ષ રમતગમતનું વિઝન રજૂ કર્યું. તે ફક્ત મેડલ જીતવા પૂરતું મર્યાદિત નથી. પરંતુ, તે વિકસિત ભારતનું નિર્માણ અને દેશની રમતગમત કૌશલ્ય વધારવાનું અભિયાન છે.

જે રમે છે તે ખીલે છે- પીએમ મોદી 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી, “હું હંમેશા કહું છું – જે રમે છે, તે ખીલે છે. રમતગમત ફક્ત મેદાન પર જીતવા વિશે નથી; તે વ્યક્તિત્વને નિખારવાનું અને રાષ્ટ્રને ગૌરવ અપાવવાનું એક માધ્યમ છે.” રમતના મેદાનમાં પગ મૂક્યા વિના પણ સારી કાર્ય નીતિ અને રમતગમત ભાવના વિશે ઘણું શીખી શકાય છે. રમતગમત આપણને ફક્ત ચેમ્પિયન કેવી રીતે બનવું તે જ નહીં, પણ સારા સ્પર્ધકો કેવી રીતે બનવું તે પણ શીખવે છે. 

સ્પોર્ટ્સ આપણી અંદરનો જુસ્સો વધારે છે- પીએમ મોદી 

રમત ગમતમાં મહાભારત હાંસલ કરવી પડશે. ખેલાડીઓની ઓળખ માટે ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ યોજાશે. જેમાં બાળકોને સરકાર ટ્રેનિંગ આપશે. મદદ કરવા માટે સરકાર તૈયાર છે. પછી પોલિસી તૈયાર કરવામાં આવશે. સ્પોર્ટ્સ આપણી અંદરનો જુસ્સો વધારે છે. 2036ની ઓલિમ્પિક માટે આજથી જ બાળકોને તૈયાર કરવા અનિવાર્ય છે. સમાજમાં રમત ગમતને લઇને નજરીયો બદલાયો છે. 

ભારત ગર્વથી ભરેલું છે- PM Modi 

આપણી પાસે તીરંદાજીમાં એક અદ્ભુત ખેલાડી છે – શીતલ. જ્યારે તેણીએ પેરાલિમ્પિક્સમાં મેડલ જીત્યો ત્યારે આખો દેશ ગર્વથી ફૂલી ગયો. પછી આપણી બીજી પુત્રી છે, અવની લેખારા.  તેણીએ બે પેરાલિમ્પિક મેડલ જીત્યા છે. જ્યારે પણ હું અવનીને મળું છું, ત્યારે મને ગર્વની લાગણી થાય છે. 

વિકસિત ભારતના નિર્માણમાં રમતગમતની ભૂમિકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ તેમણે લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર સમક્ષ ભારતનું રમતગમતનું વિઝન રજૂ કર્યું હતું. જ્યારે હું રમતગમતની વાત કરું છું, ત્યારે તે ફક્ત મેડલ જીતવા સુધી મર્યાદિત નથી.  તે વિકસિત ભારતના નિર્માણના મિશનમાં ભારતની રમતગમતની ક્ષમતા અને યુવા શક્તિનો ઉપયોગ કરવાનું અભિયાન છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *