Vadodara News : નેપાળમાં મુશ્કેલીમાં જે ગાઈડે અમારી મદદ કરી તે જ દુર્ઘટનાનો ભોગ બન્યા, ઘરે આવ્યા પછી અમને ઊંઘ નથી આવતી

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

નેપાળ અને તિબેટ સરહદ પર આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે.નેપાળ સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર કુલ 644 લોકોમાંથી ભારતના 178 નાગરિકો હજુ પણ મિસિંગ છે. આ દુર્ઘટનામાં 175થી વધુ લોકોના મોત થયા છે.આ આફતમાં આધ્યાત્મિક ગુરુ સદગુરુના 80 ભક્તો પણ તિબેટના ગૈરોંગમાં લાપતા થયા છે. આ ગંભીર સ્થિતિને જોતાં નેપાળ દૂતાવાસે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે.નેપાળમાં ભૂસ્ખલન અને પૂર વચ્ચે જે ગાઈડે મુશ્કેલીના સમયમાં પ્રવાસીઓને પરિવારની જેમ સાચવ્યા આજે તેના નિધનના સમાચારથી પ્રવાસીઓ ભાવુક બન્યા છે. સમગ્ર ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓએ પણ ભયાનક આપવીતી વર્ણવી છે

એક દોઢ ફૂટનો પથ્થર ઉપરથી પડતો હતો

નેપાળ પ્રવાસે ગયેલા સુધા ગોસ્વામીએ કહ્યું હતું કે, અમે પહોંચ્યા ત્યારે વરસાદ હતો પણ આટલો બધો હશે એવું ખબર નહોતી. અમને એમ કે સીઝન છે એટલે વરસાદ છે. ટિમુરે પહોંચતા રસ્તામાં મારી સાથે એક એવી ઘટના થઈ કે એક બાજુ નદી હતી અને વચ્ચે એક બસ જાય એટલો જ સાંકડો રસ્તો હતો.એક બાજુ પહાડ પરથી પથ્થર પડતા હતા.તો વચ્ચે કીચડમાંથી થઈને ચાલીને જવાનું હતું કારણ કે આગળ વાહન જઈ શકે એવું નહોતું.એટલે હું ચાલતી હતી ને ઉપરથી જોયું કે એક દોઢ ફૂટનો પથ્થર ઉપરથી પડતો હતો.પણ જો ચાલીને જઉં તો ત્યાં કીચડમાં હું ફસાઈ જાત કાં તો પછી નદીમાં જાત. પણ એ બાજુ પથ્થર જોવામાં બીજો એક પથ્થર ગયો અને રીતસર મારા પગની એકદમ ટચ થઈને ગયો. પણ ખબર નહીં ભગવાને કદાચ મને બચાવી.ત્યારે મારા દિલના ધબકારા નહોતા વધ્યા જેટલા આ સમાચાર સાંભળીને હું નર્વસ થઈ ગઈ છું.હું લગભગ અમદાવાદની ફ્લાઇટમાં બેઠીને ત્યારે મેં ન્યૂઝ જોયા કે ત્યાં વિનાશક પૂર આવ્યું છે ત્યારે હું એકદમ ડાઉન થઈ ગઈ હતી. ઘરે આવ્યા બાદ પણ મારી ઊંઘ અને ભૂખ બંને જાણે છે જ નહીં એવું લાગી રહ્યું છે. 

અમે ત્યાં જ ઊભા રહીને સેલ્ફી લીધી ફોટા પાડ્યા

અન્ય એક મહિલા પારિતા શુલ્કાએ કહ્યું હતું કે, અમે જ્યારે પહોંચ્યા ત્યારે 12 તારીખે તો ત્યારે પણ લગભગ 300 થી 400 પ્રવાસીઓ હશે અને રિટર્ન આવવા વાળા પણ લગભગ એટલા જ હશે.એ ઉપરાંત પોર્ટર્સ, સ્ટાફ, પોલીસ અને ત્યાંના લોકલ ગાઇડ્સ બધા નેપાળ સાઇડના, તિબેટ સાઇડના પુષ્કળ લોકો ત્યાં હતા. અને ખૂબ સુંદર બિલ્ડિંગ હતી એક બ્રિજ ક્રોસ કરો એટલે ત્રિશૂલી નદી હતી અને ત્રિશૂલી નદી ક્રોસ કરીને બ્રિજ આવે. આજે વિચારીએ છીએ કે આ બધાને ભાગવાનો પણ સમય નહીં મળ્યો.જે પ્રમાણે વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ કે અમે ત્યાં જ ઊભા રહીને સેલ્ફી લીધી ત્યાં ફોટા પાડ્યા અને એ જ બિલ્ડિંગની પાછળથી આટલું બધું ફ્લડ આવ્યું અને આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ! ખરેખર ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે આટલા બધા લોકો સાથે આ હોનારત થઈ ગઈ.

એ ભાઈ આજે નથી તો ખૂબ દુઃખ થઈ રહ્યું છે

પારિતા શુક્લાએ કહ્યું હતું કે, એક ભાઈ હતા નેપાળના તેમનો ખૂબ મળતાવડો સ્વભાવ હતો. કેમ કે આ ટૂરિસ્ટને એટલે સાચવવાના હોય.ત્યાં લેંગ્વેજ પ્રોબ્લેમ છે એટલે એક મીડિએટર તો તમને જોઈએ જોઈએ પછી તિબેટ સાઇડ હોય કે નેપાળ સાઇડ હોય. એ ભાઈ કંઈ પણ નાનું કામ હોય અમે એમને કહીએ એ અમને હેલ્પ કરે. ગાડીમાં બેસાડ્યા, લેન્ડસ્લાઇડિંગ થઈ ગઈ હતી તો અમને એણે ખૂબ મદદ કરી હતી. તેમણે કહ્યું ચાલતા નથી જવું કોઈ બીજાની બસમાં અમને બેસાડી દીધા કે જે તમને થોડા દૂર સુધી લઈ જાય.અને એ ભાઈ આજે નથી તો ખૂબ દુઃખ થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *